20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાપત્ની સાથે ઝઘડો થતા પતિનું કૃત્ય: પૌરાણિક મંદિરમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરી...

પત્ની સાથે ઝઘડો થતા પતિનું કૃત્ય: પૌરાણિક મંદિરમાં ભગવાનની મૂર્તિને ખંડિત કરી નુકસાન કર્યું


વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ ગામમાં આવેલા પૌરાણિક વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં નુકસાન પહોંચાડ્યું હતું.

ગંભીરપુરા ગામમાં રહેતા દીપક છત્રસિંહ ઠાકોરે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનું ગામના બધા સમાજના માણસો દ્વારા ભેગા મળીને રીનોવેશન કરી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં વીજ કનેક્શન મારા નામ પર લેવામાં આવ્યું છે. સવારના હું ઘેર હતો ત્યારે મને ખબર પડેલી કે મંદિરમાં વર્ષો જૂની મૂર્તિઓ કોઈએ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવી છે જેથી હું મંદિરે ગયો હતો તે વખતે ગામના લોકો પણ ભેગા થયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય