રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. અશ્વિનભાઇ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટના આધારે ચાર શખ્સ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો પણ નોંધાયો હતો. આ મામલામાં A-ડિવિઝન પોલીસમથકના 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ખાખીએ તોડ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,સોનાના વેપારી દ્રારા પોલીસને હાથો બનાવવામાં આવી અને પિતા-પુત્ર પાસે 30 લાખનું સોનું છે તેમ કહી પોલીસે તેમને ઉઠાવી માર મારવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર કેસમાં પિતાને આઘાત લાગતા તેમણે સ્યુસાઈડ કરી લીધુ છે બીજી તરફ પુત્ર ન્યાય માટે વલખા મારી રહ્યો છે.તો પિતા-પુત્રએ ભેગા મળીને પોલીસને 3 લાખ રૂપિયા પણ આપ્યા હોવાની વાત છે. રૂ.30 લાખનું સોનું પડાવી લેવાના આક્ષેપમાં A-ડિવિઝન પોલીસમથકના 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કારીગર પુત્ર પર આરોપ લાગતા પિતાનો આપઘાત
સોનાના વેપારીએ પોલીસનો ભરપૂર ઉપયોગ કરી લીધો છે અને પોલીસ પણ મૂર્ખા જેવી કે જેણે તપાસ કર્યા વિના વેપારીની વાત માની લીધી અને પિતા-પુત્રને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગયા,આ સમગ્ર ઘટના રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની છે જેમાં પોલીસ દ્રારા સોનું પડાવી લીધું છે તેવો આક્ષેપ કરવમાં આવ્યો છે.છેલ્લા 10 દિવસથી પરિવારજનોના ફરિયાદ માટે ધક્કા ખાઈ રહ્યાં છે પણ પોલીસ આ બાબતે ફરિયાદ નોંધતી નથી,ગુંડાઓને પણ શરમાવે તે રીતે યુવકને ગોંધી રાખી માર માર્યો છે.
કયાં પોલીસ પર આક્ષેપ લાગ્યો છે
આ સમગ્ર મામલાને લઈ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાની કરતતૂ હોવાની વાત છે.પિતા-પુત્ર પાસે રહેલું 30 લાખનું સોનું પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે.જે સ્યુસાઈડ નોટ પરિવાર પાસે છે તેમાં મૃતકે લખ્યું છે કે,પોલીસ ખોટા કેસ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવે છે અને પોલીસને આ બાબતે 3 લાખ રૂપિયા પણ આપી દીધા છે.સોની વેપારી વિવેક ભુવા ,મનોજ રાજપુરા,ધર્મેશ પારેખ ,અતુલ પારેખ દ્વારા પોલીસ સાથે મળી ખોટી રીતે સોની કારીગર હિરેન આડેસરાને ફસાવ્યો હોવાનો આક્ષેપ છે.
પોલીસ શરમ કરો જરા
એ ડિવિઝન પોલીસના ડી સ્ટાફના કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા દ્વારા સોની કારીગરને મારમારી ગોંધી રાખ્યો હોવાના આક્ષેપ છે જેમાં પુત્ર પર ખોટા આક્ષેપ સહન ન થતા પિતાએ લીંબડી આપઘાત કર્યો છે.આ સમગ્ર કેસમાં રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ જા સાહેબ જરા નજર રાખજો અને જો પોલીસે ખરેખર આવું કર્યુ હોય તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરજો,ખાલી સસ્પેન્ડ કરીને સંતોષ ના માની લેતા નહીતર પરીવાર રખડી પડશે,પોલીસ પણ આ બાબતની ખરાઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ એસી ચેમ્બર છોડીને બહાર આવો તો તમને પણ ખબર પડશે કે તમારો ડી-સ્ટાફ શું રાંધી રહ્યો છે અને શું કરી રહ્યો છે.