દિવાળીના તહેવારો પૂર્ણ થયા પછી લગ્નસરા આવવાથી સોના અને ચાંદીના ભાવમાં સતત વઘઘટ યથાવત્ છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો અથવા વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસોથી કિંમતી ઘાતુઓમાં ઘટાડા પછી વધારો જોવા મળ્યો છે. જો તમે પણ આજે રવિવારે 17મી નવેમ્બરે સોના અને ચાંદીના દાગીના ખરીદવાનું આયોજન કરી રહ્યા હોય તો નવા ભાવ જાણી લો…
મળતી માહિતી અનુસાર, દેશમાં બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયા બાદ ફરી આના ભાવમાં વધારો નોંધાયો છે. આજે શુદ્ધ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. હવે આના ભાવ 76,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. આ સિવાય દાગીનાના ભાવમાં પણ 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. હવે આના ભાવ 71,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જેથી ચાંદીના ભાવમાં 300 રૂપિયા ઓછા થયા છે. હવે આના ભાવ 91 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ છે.
લગ્નસરાને લીધે ભાવમાં ફેરફાર
મળતી માહિતી અનુસાર, તહેવારો અને લગ્નની સિઝન આવી ગઈ છે. જેના કારણે સોના-ચાંદીની કિંમતો દરરોજ વધી રહી છે. દિવાળી પછી લગ્નસરા આવતાં જ તેમાં સતત બદલાવ જોવા મળે છે. બંને કીમતી ધાતુઓના ભાવ ક્યારેક વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે.
સસ્તા દાગીનાની માંગ વધુ છે
મળતી માહિતી અનુસાર, લગ્નની સિઝનમાં હળવા વજનના ઘરેણાં વધુ વેચાય છે. હાલમાં બજારોમાં 18 અને 14 કેરેટના સોનાના દાગીનાની માંગ વધુ છે. જ્વેલર્સ સોનીએ જણાવ્યું હતું કે વધતી કિંમતોને કારણે ગ્રાહકો ઓછા વજનની જ્વેલરી વધુ ખરીદી રહ્યા છે. તેઓ ડિઝાઇનિંગ જ્વેલરી ખરીદવાને બદલે માત્ર સસ્તા ઘરેણાં પસંદ કરે છે. બજારમાં જ્વેલરીની ઓછી માંગને કારણે કિંમતી ધાતુના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.