રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 કારતક વદ બીજ. રવિવાર, ચંદ્ર ગુરુની યુતિ.
મેષ રાશિ
આપનું આયોજન સફળ બનાવવાની સાનુકૂળતા મળે, કૌટુંબિક કાર્ય અંગે ઠીક, તબિયત નરમ-ગરમ.
વૃષભ રાશિ
જાવક વધતી જણાય, નાણાભીડનો અનુભવ તીવ્ર થાય, ગૃહવિવાદનો પ્રસંગ સર્જાય નહીં તે જોજો.
મિથુન રાશિ
આપના વિરોધીઓના હાથ હેઠાં પડે, મુશ્કેલીઓને પાર કરી શકશો, અગત્યની વ્યક્તિ મદદરૂપ થઈ શકે.
કર્ક રાશિ
તમારી વધુ પડતી અપેક્ષાઓ ફળે નહીં, લાગણી પર કાબુ રાખવો હિતાવહ, સાહસ ટાળજો.
સિંહ રાશિ
માનસિક વ્યથા- ચિંતાઓમાંથી બહાર નીકળી શકશો, આપના કામકાજો અંગે સંજોગ સુધરે.
કન્યા રાશિ
મહત્ત્વની કામગીરી આડેના વિઘ્નો બાદ સફળતાની આશ જણાય, પ્રવાસ મજાનો રહે, ખર્ચ વધુ.
તુલા રાશિ
આપના કાલ્પનિક ટેન્શનની પરવા કર્યા વિના કામ કર્યે જાવ પ્રગતિનો પંખ ખૂલતો લાગે.
વૃશ્ચિક રાશિ
પ્રતિકૂળતા અને અવરોધક સંજોગોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જણાય, નાણાભીડ.
ધન રાશિ
લાગણીઓ અને આવેશ પર કાબુ રાખજો. વ્યય વધી ન જાય તે જોજો, મુલાકાત ફળે.
મકર રાશિ
આશા અરમાનોની સાર્થકતા માટે યોગ્ય આયોજન અને ઉદ્યમ જરૂરી બને, નાણાભીડ.
કુંભ રાશિ
લોભ લાલચના મૃગજળ પાછળ દોડયા વિના મહેનતનું જે મળે તે મીઠું લાગશે, કૌટુંબિક બાબત ઉકેલાય.
મીન રાશિ
આપના ખોટા વિચારોને વધવા ન દેશો, આધ્યાત્મિક માર્ગે શાંતિનો અનુભવ થાય.