22 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
22 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પના નામે રચાતો કારસો, અનેક ગામમાં કર્યા કેમ્પ, જુઓ VIDEO

ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પના નામે રચાતો કારસો, અનેક ગામમાં કર્યા કેમ્પ, જુઓ VIDEO


અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક મહાકૌભાંડ ખૂલ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ આસપાસના નજીકના ગામોને ટાર્ગેટ કરતી અને હોસ્પિટલની ટીમ ગામમાં મેડિકલ કેમ્પ યોજીને અનેક દર્દીઓને પોતાની હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે કહેતી હતી.

હોસ્પિટલે પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાના આક્ષેપ

ખ્યાતિ હોસ્પિટલનો દસક્રોઈ તાલુકામાં કરેલી કરતૂતોનો પર્દાફાશ થયો છે. પાલડી કાંકજ ગામમાં હોસ્પિટલે કેમ્પ કર્યો હોવાનું ખૂલ્યું છે. ત્યારબાદ બસ ભરીને ગ્રામજનોને હોસ્પિટલ લઈ ગયા હતા અને હોસ્પિટલ લઈ ગયા બાદ તમામની એન્જિયોગ્રાફી કરી હતી. કેટલાય લોકોને બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હોવાની કહેવામાં આવી રહ્યું છે. હોસ્પિટલે પરિજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છ.

ઘૂંટણની તકલીફવાળા દર્દીઓને સ્ટેન્ટ મૂક્યાનો આક્ષેપ

કાંકજ ગામમાં 10 લોકોના ઓપેરશન કર્યાની માહિતી મળી રહી છે. ઘૂંટણની તકલીફવાળા દર્દીઓને સ્ટેન્ટ મૂક્યાનો પણ આક્ષેપ છે. એક વર્ષ પહેલા આ ઓપરેશનો કરાયા હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. 25 ડિસેમ્બર 2023માં સર્જરીઓ કરાઈ હતી. સ્થાનિકો કહી રહ્યા છે કે અમારી જાણ બહાર અમારા સગાને સ્ટેન્ટ મૂક્યુ, જે તકલીફ હતી તે એમની એમ રહી છે. જરૂર નહોતી છતાં એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી. જો કે MRI કઢાવ્યો છતાં તેમનો રિપોર્ટ અમને આપ્યો નથી અને હોસ્પિટલે અમને ખૂબ બીવડાવી દીધા હતા, ત્યારબાદ અમને ડાઉટ હતો કે કૌભાંડ ચાલે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય