વૈદિક જ્યોતિષમાં કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ હંમેશા ઉલટી દિશામાં ફરે છે અને 18 મહિના સુધી દરેક રાશિમાં રહે છે. વૈદિક પંચાગ અનુસાર, કેતુ 10 નવેમ્બરે રાત્રે 11:32 વાગ્યે સૂર્યના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય અને કેતુ વચ્ચે પ્રતિકૂળ સંબંધ છે, તેથી આ સમયે કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જે આ ગોચર દરમિયાન લાભ મેળવી શકે છે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, કારકિર્દીમાં સફળતા તેમજ અચાનક આર્થિક લાભ મળી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકો માટે આ ગોચર ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ ખુશ રહેશો. તમારી કારકિર્દીમાં પ્રગતિની સારી તક આવશે. તમે જૂના દેવાથી પણ છુટકારો મેળવી શકો છો. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે ખુશીની ક્ષણો વિતાવશો. નોકરીમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે કેતુનું ગોચર ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. માતા-પિતાના આશીર્વાદ લેવાથી કોઈપણ કાર્યમાં સફળતા મળી શકે છે. વેપારમાં નાના લાભની તકો મળશે. નવા સંપર્કો પણ બની શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી પૂરો સહયોગ મળશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે કેતુનુ ગોચર ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને તમારા અટકેલા પૈસા મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે. નોકરી કે વેપારમાં પણ લાભ થશે. તમારા કામ પ્રત્યે સજાગ રહેશે. આ સમયે તમારા સંબંધો વધુ મજબૂત બનશે.