નવગ્રહોમાં ચંદ્રનું વિશેષ સ્થાન છે, જે પોતાની રાશિ સૌથી ઝડપથી બદલી નાખે છે. ચંદ્ર ભગવાન કોઈપણ એક રાશિમાં અઢી દિવસ માટે રહે છે, ત્યારબાદ તે ગોચર કરે છે. વૈદિક કેલેન્ડર મુજબ, 16 નવેમ્બર, 2024ના રોજ, સવારે 3:16 વાગ્યે, ચંદ્ર શુક્રની રાશિ વૃષભમાં ભ્રમણ કરશે. જ્યાં તેઓ 18 નવેમ્બર 2024ના રોજ સવારે 4:30 વાગ્યા સુધી હાજર રહેશે.
રાશિચક્ર પર ચંદ્ર ગોચરની અસર
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે ચંદ્રનું ગોચર શુભ રહેશે. નોકરી કરતા લોકો પહેલા કરતા વધુ ધૈર્ય અને શાંત રહેશે. આ સાથે ધાર્મિક કાર્યોમાં રસ વધશે. વેપારીઓ માટે આ વર્ષ ફાયદાકારક રહેશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને નવા લોકોને મળવાની તક મળશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આદરેલ કામ પૂર્ણ થતા મનને સંતોષ મળશે. સુખ સમૃદ્ધિમાં વધારો થશે.
સિંહ રાશિ
આ રાશિ સૂર્યની પ્રિય રાશિ હોવાથી થોડી વધારે ભાગ્યશાળી રહે છે. ચંદ્ર ગ્રહના રાશિ પરિવર્તનથી આ રાશિના અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. નવી નોકરી શોધી રહ્યા છો તો તમને જલ્દીથી સારા સમાચાર મળશે. વેપારીઓને લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. મતભેદ ટળશે. અચાનક ધનપ્રાપ્તિ થાય પિતૃ સંપત્તિથી ફાયદો થાય. મિત્રતાથી ફાયદો થાય. જુના સંબંધો ફરી સાથ આપે. ન ધારેલુ કાર્ય પાર પડે.
તુલા રાશિ
ચંદ્ર દેવની કૃપાથી આગામી સમય ખુબજ સારો અને યાદગાર રહેશે. વિદ્યાર્થીઓને માનસિક અજંપો હળવો થશે. યાદશક્તિ સુધરતી જણાય, ભાગ્યોદય થતા આનંદ અનુભવશો. અટવાયેલા પૈસા પાછા મેળવી શકશો. પ્રમોશન મળશે એકંદરે ફાયદો થાય.