રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં 2 PIને જ ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી છે જેમાં PI બી.બી. જાડેજા અને એમ.એ. ઝણકાટને કડવો અનુભવ થયો છે,ગઠીયાઓએ ફોન કરીને કહ્યું કે,મુંબઈમાં તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને કાયદાના વિરોધમાં મોબાઈલનો ઉપયોગ થયાનું કહ્યું હોવાની વાત સામે આવી છે.ગઠીયાએ કહ્યું કે જવાબ નહી આપો તો મોબાઈલ બંધ કરાઈ દઈશું.
મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું ગઠીયાએ કહ્યું
રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ ઈન્સ્પેકટરોને ડિજિટલ એરેસ્ટનો કડવો અનુભવ થયો છે જેમાં ગઠીયાઓએ બે પીઆઈને ફોન પર ધમકી આપીને કહ્યું કે તમારી વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને તે પણ મુંબઈમાં,તો આવી વાત સાંભળી બે પીઆઈ પણ અચરજમાં મૂકાઈ ગયા હતા અને તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય
એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.
ડિજિટલ ધરપકડ શું છે?
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની ‘ગેમ’ શરૂ થાય છે.
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.