31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરરાજ્યના DGP લાલઘૂમ! તમામ પોલીસકર્મીને કડક સૂચના, 'કોઈ ગુનાઈત પ્રવૃતિ કરશે તો...'...

રાજ્યના DGP લાલઘૂમ! તમામ પોલીસકર્મીને કડક સૂચના, ‘કોઈ ગુનાઈત પ્રવૃતિ કરશે તો…’ | DGP Vikas Sahay On Bopal Murder Case Strict instructions to all policemen



DGP Vikas Sahay On Bopal Murder Case : ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કારઈ ખાતે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં રાજ્યના DGPએ બોપલની ઘટનાને લઈને તમામ પોલીસ અધિકારી-કર્મીઓને કડડ સૂચના આપતા કહ્યું કે, ‘કોઈ ગુનાઈત પ્રવૃતિ કરશે તો…’

રાજયના પોલીસ વડાએ શું કહ્યું?

બોપલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને રાજયના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ અધિકારી સહિત પોલીસકર્મીને કડક સૂચના આપતી કહ્યું કે, ‘રાજ્યની કોઈપણ પોલીસ આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરશે અથવા તેની સંડોવણી જણાશે તો ચલાવી લેવામાં આવી નહી. જનતા ગુજરાત પોલીસના નામને સન્માન આપી છે, આ નામ બદનામ થાય તેવું કોઈપણ કૃત્ય પોલીસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો સામે તાત્કાલિક ધોરણે કડક પગલા લેવાશે.’

આ પણ વાંચો : પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસ વડાએ મૃતકના પિતા સાથે વાત કરી

બોપલમાં માઈકાના એક વિદ્યાર્થીની પોલીસકર્મીએ હત્યાના કરી હોવાના ઘટના સર્જાઈ હતી. આ મામલે વિકાસ સહાયે મૃતક યુવકના પિતા પંકજભાઈ જૈન સાથે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે વિકાસ સહાયે કહ્યું કે, આરોપી ભલે એક પોલીસકર્મી હોય, પરંતુ તેની સામે ગુજરાત પોલીસ એક આરોપી તરીકે વર્તન રાખીને કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સાથે વિદ્યાર્થીના પરિવારને ઝડપી અને સચોટ ન્યાયની ખાતરી વિકાસ સહાયે આપી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય