23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છગાંધીધામમાં સરકારી નોકરીએ લગાડી દેવાનું કહી 65 હજાર પડાવી લીધા | 65...

ગાંધીધામમાં સરકારી નોકરીએ લગાડી દેવાનું કહી 65 હજાર પડાવી લીધા | 65 thousand were snatched by a man who said he would get a government job in Gandhidham



શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટનાં  કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ આચરી 

ગાંધીધામ: પૂર્વ કચ્છનાં એસ. પી. દ્વારા યોજાયેલા લોક દરબાર બાદ વધુ એક ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતા આધેડને એક શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી અને ફરિયાદીની દિકરીને તલાટી તરીકે સરકારી નોકરી પર લગાવી દેવાની લાલચ આપી આધેડ પાસેથી કુલ ૬૫ હજાર રૂપિયા પડાવી લઈ આધેડ સાથે ઠગાઇ કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.

ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતા કાનજીભાઈ નારણભાઇ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપી દિપકભાઈ પટેલે ફરિયાદીને પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ઓળખ આપી અને ફરિયાદીની દિકરીને ગુજરાત રાજ્યમાં તલાટી કમમંત્રીમાં નોકરી લગાવી દેવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જેમાં આરોપી દિપક ભાઈએ ફરિયાદી પાસે દિકરીને સરકારી નોકરી પર લગાવી આપવા પેટે અલગ અલગ તારીખે કુલ ૬૫ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને દિકરીને નોકરી પર ન લગાડી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય