21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટમગફળીથી છલકાતું માર્કેટ યાર્ડ, એક દિવસમાં 1.65 લાખ મણ | Market yard...

મગફળીથી છલકાતું માર્કેટ યાર્ડ, એક દિવસમાં 1.65 લાખ મણ | Market yard overflowing with peanuts 1 65 lakh maunds in a day



સરકારી ટેકાના ભાવથી ઓછા ભાવ છતાં ખેડૂતો યાર્ડ ભણી

નવા તુવેરની આવકનો પણ પ્રારંભ થયો સોયાબીન સહિત  જણસીઓની ધોધમાર આવક,શાકભાજીની આવક પણ વધી 

રાજકોટ: સરકાર દ્વારા ઈ.સ.૨૦૨૪-૨૫ના વર્ષ માટે મગફળીના ટેકાના ભાવ ક્વિન્ટલે રૂ।.૬૭૮૩ એટલે કે પ્રતિ મણ રૂ।.૧૩૫૬.૬૦ જાહેર કર્યા છે તે સામે રાજકોટ યાર્ડમાં હાલ રૂ।.૯૮૦થી ૧૨૬૪નો ભાવ એટલે કે ટેકાના ભાવથી ઓછા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો પોતાની જણસી યાર્ડમાં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આજે એક જ દિવસમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડ કે જે વિવિધ જણસી માટે સૌરાષ્ટ્રનું સૌથી મોટુ યાર્ડ બની રહ્યું છે ત્યાં ૧,૬૫,૦૦૦ મણ એટલે કે ૩૩૦૦ ટન (૩૩ લાખ કિલો) મગફળી એક દિવસમાં  ઠલવાઈ હતી. 

અગાઉ મગફળીની ધોધમાર આવક સાથે તેનું વેચાણ (વેપારીઓ દ્વારા ખરીદી) પણ વધતા આજે યાર્ડના સત્તાધીશોએ મગફળીની આવક માટે દરવાજા ખોલ્યા હતા. આ સાથે જ મગફળી ભરેલા આશરે ૮૦૦ વાહનોની કતારો લાગી હતી અને યાર્ડમાં ઠેરઠેર  મગફળીના ઢગલા થયા હતા. 

ખેડૂતોને યાર્ડમાં મગફળી વેચવાથી કોઈ લાંબી પ્રક્રિયા વગર કિંમતનું તુરંત ચૂકવણુ થતું હોવાથી, તેમજ થોડો નબળો માલ રિજેક્ટ કરવાને બદલે ઓછા ભાવે ખરીદી લેવાતો હોવાથી ખેડૂતો યાર્ડમાં વેચવાનું વધુ પસંદ કરે છે.

મગફળી ઉપરાંત સોયાબીનની પણ આજે ૭૫૦ ટન એટલે કે ૩૭,૫૦૦ મણ ની આવક નોંધાઈ છે. સોયાબીનના રૂ।.૭૫૦થી ૮૮૧ના ભાવે સોદા પડયા હતા. આ ઉપરાંત કપાસ, જુના ટૂકડા ઘંઉ, અડદ, ચણા, તલી વગેરે જણસીની પણ નોંધપાત્ર આવક જારી રહી છે. 

આ ઉપરાંત આજથી નવી સીઝનના તુવેરની આવકનો આરંભ થયો છે જેમાં જીયાણાના ખેડૂતે આ જણસી લાવતા રૂ।.૨૫૨૫નો ભાવ મળ્યો હતો. તો બીજી તરફ, શાકભાજીની આવકમાં ધીમો વધારો શરુ થયો છે અને તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે હજુ લીલા ચણા ઝીંઝરા જેવી ચીજોની આવક આ વખતે ગરમીને કારણે શરુ થઈ નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય