Apple New Security Feature: એપલ દ્વારા તેમની સિક્યોરિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18.1માં એક નવા ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી સિક્યોરિટી એજન્સીઓ માટે પણ આઇફોનમાંથી ડેટા કલેક્ટ કરવાનું અઘરું થઈ ગયું છે. પહેલા, આઇફોનમાંથી ડેટા મેળવવા માટે સરકાર દ્વારા પણ થોડી મહેનત કરીને એમાં મહદઅંશે સફળતા મળી હતી, પરંતુ હવે તે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે.
શું છે નવું ફીચર?
એપલ દ્વારા આઇફોનની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18.1માં નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરનું નામ છે ‘ઇનએક્ટિવ રીબૂટ’. આ એક કોડ છે જે ઓપરેટિંગ સિસ્ટમમાં પહેલેથી આપવામાં આવ્યો છે. આ કોડ જે આઇફોનમાં સપોર્ટ કરતો હશે એ ફોન જો ચાર દિવસ સુધી લોક રહે અને એને એક પણ વાર અનલોક કરવામાં ન આવે તો આ આઇફોન ઓટોમેટિક રિસ્ટાર્ટ થશે.
સિક્યોરિટીમાં વધારો
આ આઇફોન રિસ્ટાર્ટ થતા જ સિક્યોરિટીમાં વધારો થઈ જશે. રિસ્ટાર્ટ થતા ફેસ આઈડી બંધ થઈ જશે અને પાસકોડ નાખવો ફરજિયાત રહેશે. આ પાસકોડમાં જે સિક્યોરિટી લેયર છે તે પહેલાં કરતા વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. આ લેયરને ‘બિફોર ફર્સ્ટ અનલોક’ તરીકે ઓળખવામાં આવે છે. આ લેયર ત્યારે જ બંધ થાય છે જ્યારે એમાં પાસકોડ નાખવામાં આવે. આથી જ્યાં સુધી પાસકોડ નહીં હોય ત્યાં સુધી એ લેયર એક્ટિવ રહે છે. આથી ફોરેન્સિક ટીમને પણ એમાંથી ડેટા કલેક્ટ કરવાનું મુશ્કેલ થાય છે. તેમની પાસે ખૂબ જ મર્યાદિત માહિતી રહે છે.
પ્રાઇવસીને મહત્ત્વ
એપલ છેલ્લા થોડા વર્ષોથી આઇફોનને ખૂબ જ સિક્યોર બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આના કારણે સરકારી એજન્સીઓ સાથે તેમની ઘણી વાર તકરાર થતી જોવા મળે છે. આથી ઘણી સરકારી એજન્સીઓ દ્વારા એપલ પર પ્રેશર કરવામાં આવે છે કે તેઓને યુઝરના ડેટાને એક્સેસ કરવા માટે કોઈ રસ્તો આપવામાં આવે જેથી જરૂર પડ્યે તેઓ એને એક્સેસ કરી શકે. પરંતુ એપલ હંમેશાં આ વિનંતીને ફગાવી દઈ છે. કંપની પર ગમે એટલું પ્રેશર રાખવામાં આવે અથવા તો ગમે એટલો આડકતરી રીતે દંડ કરવામાં આવે તો પણ એપલ યુઝરની પ્રાઇવસી અને ડેટાની સિક્યોરિટીનો સન્માન કરવું છે.