20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમરેલી-જૂનાગઢ વચ્ચે પરિક્રમા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે | Parikrama special train will...

અમરેલી-જૂનાગઢ વચ્ચે પરિક્રમા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે | Parikrama special train will be run between Amreli Junagarh



– જૂનાગઢમાં પ્રતિ વર્ષ પરંપરાગત રીતે એકાદશીથી યોજાતી પરિક્રમાને લઈ

– કાલથી 17 નવેમ્બર સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલીથી સવારે 9 કલાકે અને જૂનાગઢથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે 

ભાવનગર : જૂનાગઢમાં ૧૨ નવેમ્બરથી યોજાનાર પરિક્રમા મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે તા. ૧૧-૧૧થી તા. ૧૭-૧૧ સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી-જૂનાગઢ-અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશકુમારના જણાવ્યા મુજબ અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે ૯ કલાકે ઉપડશે અને બપોરે ૧૨.૪૦ કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૫.૩૦ કલાકે ઉપડશે અને ૧૯.૩૦ કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.

 આ સ્ટેશનો પર અમરેલીથી જૂનાગઢ જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય અમરેલી પરા (૦૯.૦૬/૦૯.૦૭), ચલાલા (૦૯.૩૩/૦૯.૩૪), ધારી (૦૯.૫૪/૦૯.૫૫), ભાડેર (૧૦.૧૫/૧૦.૧૬), જેતલવડ (૧૦.૩૬/૧૦.૩૭), વિસાવદર (૧૦.૫૩/૧૧.૧૫), જુની ચાવંડ (૧૧.૨૮/૧૧.૨૯), બિલખા (૧૧.૪૪/૧૧.૪૫) અને તોરણીયા (૧૧.૫૩/૧૧.૫૪) રહેશે જ્યારે જૂનાગઢથી અમરેલી જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય તોરણીયા(૧૫.૫૩/૧૫.૫૪), બિલખા (૧૬.૦૪/૧૬.૦૫), જુની ચાવંડ (૧૬.૨૦./૧૬.૨૧), વિસાવદર (૧૬.૩૫/૧૬.૫૦), જેતલવડ (૧૭.૦૬/૧૭.૦૭), ભાડેર (૧૭.૨૭/૧૭.૨૮), ધારી (૧૭.૪૮/૧૭.૪૯), ચલાલા (૧૮.૨૩/૧૮.૨૪) અને અમરેલી પરા (૧૮.૫૪/૧૮.૫૫) રહેશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય