20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીજાપાનમાં લોન્ચ થઈ એર ટેક્સી: 322 કિ.મી.ની ઝડપે ઉડે છે આ ઈલેક્ટ્રિક...

જાપાનમાં લોન્ચ થઈ એર ટેક્સી: 322 કિ.મી.ની ઝડપે ઉડે છે આ ઈલેક્ટ્રિક એર ટેક્સી | toyota launch electric air taxi in Tokyo



Toyota Lauch Air Taxi: જોબી એવિયેશન ઇન્કે  ટોયોટા સાથે મળીને પહેલીવાર ઇલેક્ટ્રિક એર ટેક્સી લૉન્ચ કરી છે. રોજેરોજના ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે અને પ્રદૂષણ-મુક્ત મુસાફરી માટે આ ખૂબ જ મોટું પગલું છે.

પ્રતિ કલાક 322 કિ.મી.ની ગતિ

જોબી એવિએશનની ઇલેક્ટ્રિક એર ટેક્સીની પહેલી ફ્લાઇટ માઉન્ટ ફુજીની આસપાસ ઉડાવવામાં આવી હતી. આ પૉલ્યુશન-મુક્ત એરક્રાફ્ટ છે, જે એક પાઇલટ અને ચાર પેસેન્જરને પ્રતિ કલાક 322 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે. ટ્રાફિકથી છુટકારો મેળવવા અને પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે આ ખૂબ જ ઉપયોગી વાહન છે. તેમ જ, એ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ઊડી શકે છે.

પાર્ટનરશિપ

જોબી એવિએશન માટે ટોયોટા સૌથી મોટું અને મહત્ત્વનું પાર્ટનર છે. ટોયોટા દ્વારા ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી માટેનો મોટો સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. બન્ને કંપનીઓએ 2023માં લાંબા ગાળાની ઍગ્રિમેન્ટ સાઇન કરી હતી. ટોયોટા, જોબી એવિએશનના એરક્રાફ્ટ માટે ઘણો સામાન પૂરો પાડશે.

આ પણ વાંચો: રિવોર્ડ પોઇન્ટ રિડેમ્પશનના નામે છેતરપિંડી: SBIની ચેતવણી જાણો અને બચો

ઇનવેસ્ટમેન્ટ

2024ના ઓક્ટોબરમાં ટોયોટાએ વધુ 500 મિલિયન ડોલરનું ઇનવેસ્ટમેન્ટ જોબી એવિએશનમાં કરવાનું જાહેર કર્યું છે. અત્યાર સુધી ટોયોટાએ કુલ 894 મિલિયન ડોલરનું ઇનવેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી છે. આ ઇનવેસ્ટમેન્ટ બે સપ્તાહમાં કરવામાં આવશે. પ્રથમ ટ્રાન્ઝેક્શન આ વર્ષના અંત સુધીમાં અને બીજું 2025માં કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ સર્ટિફિકેશન માટે અને જોબીની ઇલેક્ટ્રિક એર ટેક્સીના ઉત્પાદન માટે કરવામાં આવશે. આ ઇનવેસ્ટમેન્ટમાં કોમર્શિયલાઇઝેશન માટેના મેન્યુફેક્ચરિંગનો પણ સમાવેશ કરાશે.

કંપનીએ શું કહ્યું?

ટોયોટા મોટર કોર્પોરેશનના ચેરમેન અકિયો ટોયોડાએ કહ્યું, ‘એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટેના અંતર અને સમયને બચાવવા માટે એર મોબિલિટી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એર મોબિલિટી દ્વારા ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહેશે અને લોકોના જીવન પર પણ ખૂબ જ સારી અસર જોવા મળશે.’

આ પણ વાંચો: ચીનને ટક્કર આપવા મેટાની નીતિમાં બદલાવ, Llama AIનો ઉપયોગ અમેરિકન મિલિટ્રીમાં કરવા માટે આપી પરવાનગી

જોબી કંપનીનું વિઝન

જોબી કંપનીના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોબેન બેવર્ટે કહ્યું, “અમારી પહેલી ઓવરસીઝ ફ્લાઇટે અમારી પ્રદૂષણ-મુક્ત યાત્રા બનાવવા માટેની મુસાફરીમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. ટોયોટાનું ભવિષ્યની મોબિલિટી માટેનું જે વિઝન છે, એમાં અમે પણ વિશ્વાસ રાખીએ છીએ અને ગર્વ છે કે તેમની સાથે મળીને અમે એ ભવિષ્યની એક ઝલક જાપાનમાં દેખાડી છે.”



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય