20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ, જાણો શું છે તેના ફાયદા...

ઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ, જાણો શું છે તેના ફાયદા અને કેવી મળશે સુવિધાઓ | Irctc planning to launch new all in one application in December


Indian Railway: ઇન્ડિયન રેલવે દ્વારા ડિસેમ્બરમાં એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે. આ એક ઓલ-ઇન-વન ટ્રાવેલ એપ્લિકેશન છે, જેમાંથી યુઝરને ઇન્ડિયન રેલવેની તમામ સર્વિસ એક જ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે. સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને ઇન્ડિયન રેલવે કેટેરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) મળીને આ એપ્લિકેશન પર કામ કરી રહ્યા છે.

ઓલ-ઇન-વન એપ

ઇન્ડિયન રેલવે દ્વારા એક સુપર એપ બનાવવામાં આવી રહી છે. આ એપ્લિકેશનમાં ટિકીટ બૂકિંગ, પ્લેટફોર્મ ટિકીટથી લઈને ટ્રેન સ્ટેટસ ચેક અને ફૂડ કેટરિંગની સાથે ફરિયાદ કરવાની પણ સુવિધા મળશે. આ તમામ સુવિધા માટે હાલમાં અલગ-અલગ એપ્લિકેશન્સ છે. જો ઇન્ડિયન રેલવેની આ તમામ સુવિધાનો ઉપયોગ કરવો હોય, તો મોબાઇલમાં ચાર એપ્લિકેશન્સની જરૂર પડે છે. હવે આ તમામ સુવિધા એક જ એપ્લિકેશનમાં ઉપલબ્ધ થશે.

ઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ, જાણો શું છે તેના ફાયદા અને કેવી મળશે સુવિધાઓ 2 - image

IRCTC સંભાળશે કમાન

સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને પેસેન્જર વચ્ચેની કડી IRCTC છે. IRCTC અને નવી એપ્લિકેશન વચ્ચેના કનેક્શનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ એપ્લિકેશન તૈયાર થઈ જાય બાદ એની કમાન IRCTC સંભાળશે. IRCTC દ્વારા તેની સર્વિસ અને રેવેન્યુ વધારવા માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે એપલ ફોટોશોપ સોફ્ટવેરને ચેલેન્જ કરશે, જાણીતી કંપની ખરીદવાની વ્યૂહરચના ઘડી

IRCTCનો પ્રોફિટ

નાણાકીય વર્ષ 2023-24માં IRCTCની રેવેન્યુ 4270.18 કરોડ છે, જેમાં 1111.26 કરોડ રૂપિયાનો નફો છે. આ રેવેન્યુમાં 30.33 ટકા ભાગ ટિકીટ બૂકિંગનો છે. આ વર્ષમાં 453 મિલિયન ટિકિટ બૂક કરવામાં આવી હતી. આ નવી એપ્લિકેશનથી યુઝરને વધુ સરળ સુવિધા પૂરી પાડવાથી ટિકિટના રેવેન્યુમાં વધુ નફો થવાની આશા રાખવામાં આવી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય