Choti Diwali 2024 : આજે નરક ચતુર્દશી છે અને તેને છોટી દિપાવલી, નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળી (કાળી ચૌદશ) તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યારે છોટી દિવાળીના દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે.
છોટી દિવાળી એટલે કે કાળી ચૌદશના દિવસે ઘરમાં 12 દીવા પ્રગટાવવામાં આવે છે અને આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પણ કરવામાં આવે છે, કારણ કે આ દિવસે તેમણે નરકાસુરનો વધ કર્યો હતો. એવુ કહેવાય છે કે, આ દિવસે યમરાજની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આ પણ વાંચો : દિવાળી પર ભૂલથી પણ ના કરતા આ કામ, નહીતર આખું વર્ષ થશો હેરાન!
નરક ચતુર્દશી 2024નું શુભ મુહૂર્ત
નરક ચતુર્દશી તિથિની શરુઆત 30 ઓક્ટોબર એટલે આજે બપોરે 1.15 કલાકે શરુ થશે અને આવતીકાલ 31 ઓક્ટોબરના રોજ 3.52 કલાકે પૂરી થશે. આ દિવસે અભ્યંગ સ્નાન મુહૂર્ત 30 ઓક્ટોબરના રોજ સવારે 5.20 થી 6.32 સુધી રહેશે.
છોટી દિવાળી 2024 પુજન વિધિ
છોટી દિવાળીથી પહેલા આસો મહિનાના કૃષ્ણ પક્ષની આહોઈ અષ્ટમીના દિવસે એક ઘડામાં પાણી ભરવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે નહાવાના પાણીમાં આ ઘડાનું પાણી ભેળવીને સ્નાન કરવાની પરંપરા રહેલી છે. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી નરકના ભયથી મુક્તિ મળે છે. સ્નાન કર્યા પછી દક્ષિણ તરફ હાથ જોડીને યમરાજની પ્રાર્થના કરવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિએ આખા વર્ષ દરમિયાન કરેલા પાપોનો નાશ થાય છે.
આ દિવસે ઘરમાંથી નકામી- ભંગાર વસ્તુઓ બહાર ફેકવી
આ દિવસે યમરાજા માટે ઘરના મુખ્ય દ્વારની બહાર તેલનો દીવો પ્રગટાવો. નરક ચતુર્દશીના દિવસે સાંજે દરેક દેવતાઓની પૂજા કર્યા પછી તેલનો દીવો પ્રગટાવી તેવે દરવાજાના ઉંબરા ઉપર બંને બાજુએ ઘરની બહાર અને કાર્યસ્થળના પ્રવેશદ્વાર પર મૂકો. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે. આ દિવસે નિશિથ કાળમાં નકામી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. એવી માન્યતા રહેલી છે કે, નરક ચતુર્દશીના બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે, તેથી ઘરમાંથી ગંદકી દૂર કરવી જોઈએ.
આ પણ વાંચો : શ્રાપિત ગામ જ્યાં કોઈ દિવાળીની ઉજવણી નથી કરતું, ઘરમાં કેદ થઈ જાય છે લોકો, શું છે કારણ?
છોટી દિવાળીના દિવસે કરવામાં આવતાં ખાસ ઉપાય
- આ દિવસે મૃત્યુના દેવતા યમની પૂજા કરવામાં આવે છે.
- આ દિવસે આખા ઘરમાં દીવો પ્રગટાવો અને દક્ષિણ તરફ મુખ કરીને પ્રાર્થના કરો. જેના કારણે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
- નરક ચતુર્દશીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
- આ દિવસે ગાયોની સેવા કરો અને તેમને લીલો ચારો ખવડાવો.
- છોટી દિવાળીના દિવસે કુળદેવી દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેમજ આ સાથે સાથે પિતૃઓના નામનો દીવો પણ પ્રગટાવવો જોઈએ.
- છોટી દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વારના બંને ખૂણામાં તેલના દીવા પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
- આ દિવસે માતા કાલીની પણ પૂજા કરવી જોઈએ. બંગાળમાં આ દિવસ કાલિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેથી તેને કાલી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને શરીર પર તલના તેલથી માલિશ કરવી જોઈએ. એટલે તેને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે.