ગુજરાતમાં દિવસેને દિવસે ભ્રષ્ટ્રાચાર વધતો હોય તેવું લાગી રહ્યું છે,આવી જ એક ઘટના દેવભૂમી દ્વારકાના ભાણવડમાં બની જયા આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂપિયા 3500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે,આરોપી કરાર આધારિત નોકરી કરે છે અને તેણે લાંચ માગી હોવાની વાત સામે આવી છે.
કેમ અને કેટલી માંગી લાંચ
ફરિયાદીને રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ કુલ આશરે 266 યોજનાઓ પૈકી વાઢિયું ઘાસની વાવણી કરવા ઓનલાઈન ફોર્મ ભરેલ જે અંતર્ગત સરકાર દ્રારા સહાયના 23 હજાર રૂપિયા મંજૂર થયેલ જે પૈકી 14 હજાર રૂપિયાની તેઓને ચૂકવણી થઈ ગયેલ અને બાકી રહેલ સહાયની રૂપિયા 9 હજારની ચૂકવણી બાકી હતી જેને લઈને તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીનો તેમણે સંપર્ક કર્યો હતો અને સહાયની જલદીથી ચૂકવણી થાય તેને લઈ વાત કરી હતી પરંતુ આરોપીએ રૂપિયા 3500ની લાંચની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હતા.
આરોપી :- મીહીરભાઈ વી .બારોટ
આસીસ્ટન્ટ વર્ક મેનેજર (કરાર આધારીત) તાલુકા પંચાયત ભાણવડ જીલ્લો દેવભૂમી દ્વારકા
ટ્રેપનુ સ્થળ : દ્વારકાધીશ પાન,જકાતનાકા પાસે,ભાણવડ જીલ્લો દેવભૂમી દ્વારકા
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.