સુરત લાલભાઈ સ્ટેડિયમના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે.ખોટો પાવર ઓફ એટર્ની બનાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં ભાભીએ જેઠ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે કરી ફરિયાદ.કનૈયા કોન્ટ્રાક્ટર સામે ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથધરી છે.સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરના 64 વર્ષિય પત્ની નયના કોન્ટ્રાક્ટરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી.
ખોટો પાવર ઓફ એટર્ની બનાવવાના આરોપ
સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાક્ટર પરિવારમાં વિવાદ સર્જાયો છે. કાર્યકારી પ્રમુખ કનૈયા કોન્ટ્રાકટરે ભાઈ હેમંત કોન્ટ્રાકટર અને તેમની પત્નીના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 2.92 કરોડની લોન લીધી હતી. જેમાં 67 લાખ ભરપાઈ ન કરાતાં બજાજ ફાઇનાન્સ કંપનીએ 3 કરોડની મિલકત ટાંચમાં લેવા નોટિસ મોકલતાં મામલો ખુલ્યો હતો.
રૂપિયાને લઇ વિવાદ
હેંમત કોન્ટ્રાકટર, કનૈયા કોન્ટ્રાકટર, હંસા કોન્ટ્રાકટર, જ્યોતિ કોન્ટ્રાકટર, કુસુમ કોન્ટ્રાકટર અને ડાહીબેન કોન્ટ્રાકટર સાથે ભાગીદારીમાં કનૈયા કન્સટ્રકશન નામની કંપની શરૂ કરી હતી અને તેનું રજીસ્ટ્રેશન આરઓસી મુંબઈ ખાતે કરાવ્યું હતું. ભાગીદારી પેઢીમાં 1984માં હંસાબેન, જ્યોતિબેન અને કુસુમબેન સ્વેચ્છીક રીતે છુટા થયા હતા. બાદમાં કનૈયાભાઈ 40 ટકા, હેંમતભાઈ 20 ટકા અને તેની પત્ની નયનાબેન 20 ટકા તેમજ ડાહીબેન કોન્ટ્રાકટર 20 ટકાની ભાગીદારી હતી અને ભાગીદારી પેઢીની મુખ્ય ઓફિસ ઈન્દોર સ્ટેડીયમની પાસે આરડીએસ હાઉસ બનાવી હતી