35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતSports: ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં વિવાનને સિલ્વર તથા નરુકાને બ્રોન્ઝ મેડલ

Sports: ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં વિવાનને સિલ્વર તથા નરુકાને બ્રોન્ઝ મેડલ


અનંતજિતસિંહ નરુકાએ મેન્સ સ્કિટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ વિવાન કપૂરે મેન્સ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કરતાં આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગ ફાઇનલ્સમાં ભારતના મેડલ્સની સંખ્યા ચારની થઈ હતી.

વિવાને ફાઇનલમાં 44નો સ્કોર કર્યો હતો અને તે ચાઇનીઝ ગોલ્ડ મેડલ વિજેતા શૂટર યિંગ કરતાં પાAળ રહ્યો હતો. તુર્કીના ટોલ્ગા એન ટૂંસરે 35ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. વિવાને ક્વોલિફિકેશન રાઉન્ડમાં 125માંથી 120નો સ્કોર નોંધાવીને A શૂટર્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. રાજસ્થાનના નરુકાએ A શૂટર્સની ફાઇનલમાં 43ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ઇટાલીના તામારો કાસાન્દ્રાએ ગોલ્ડ અને ગેબ્રિયલ રોસેત્તીએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ભારત માટે સોનમ મસ્કરે વિમેન્સ 10 મીટર એર રાઇફલમાં સિલ્વર તથા અખિલ શ્યોરાણે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશનમાં બ્રોન્ઝ જીત્યો હતો. નરુકા અને મહેશ્વરી ચૌહાણ પેરિસ ઓલિમ્પિકની સ્કિટ મિક્સ ટીમ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય