20.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20.2 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટRajkot: દિવાળી પહેલા તંત્ર એકશનમાં, ફટાકડાના વેપારીઓ માટે કડક નિયમ, જુઓ Video

Rajkot: દિવાળી પહેલા તંત્ર એકશનમાં, ફટાકડાના વેપારીઓ માટે કડક નિયમ, જુઓ Video


દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કડક નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે. દિવાળીનો તહેવાર હોય ત્યારે ફટાકડા ફોડવાના શોખીન લોકો ફટાકડાની ધુમ ખરીદી કરતા હોય છે. લોકો ફટાકડાની ખરીદી કરવા જાય ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી જ સતર્ક બન્યુ છે. દિવાળીનો તહેવાર હોય ફડાકડાની ખરીદી કરવા લોકોની ભીડ જામતી હોય છે. ત્યારે ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓને ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કડક નિયમોનું પાલન કરવા આદેશ આપ્યા છે.

દુકાનની બહાર પાણીના મોટા બેરલ, રેતી રાખવા સૂચના

રાજકોટમાં ફટાકડાના વેપારીઓ માટે કડક નિયમ જાહેર કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કડક નિયમોનું પાલન કરવાના આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ફટાકડાના વેપારીએ દુકાનની બહાર પાણીના મોટા બેરલ, રેતી, ફાયરના બાટલા, co2 ના બાટલા તેમજ વાયરીંગનું સર્ટિફિકેટ સહિતની તમામ વસ્તુઓ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ આ તમામ નિયમોનુ પાલન થઈ રહ્યુ છે કે નઈ તે તપાસ કરી રહી છે.

ફટાકડાના વેપારી મિલનભાઈનું નિવેદન

અગ્નિકાંડ બાદ કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે તંત્ર દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. ફટાકડાના વેપારી મિલનભાઈએ નિવેદન આપ્યું કે, આકરા નિયમોના પગલે 50% રીટેલ સ્ટોલ ઘટ્યા છે. સદર બજારમાં ફટાકડાની 100થી પણ વધારે હોલસેલની દુકાનો આવેલી છે. હાલ ફાયર તેમજ પોલીસ દ્વારા આકરા નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય