32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodaraમાં પોલીસ વિભાગની જવેલર્સ સાથે બેઠક, જુઓ Video

Vadodaraમાં પોલીસ વિભાગની જવેલર્સ સાથે બેઠક, જુઓ Video


વડોદરામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જવેલર્સો સાથે બેઠક કરી છે,ચાર દરવાજા વિસ્તારના સોની વેપારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે.તહેવારોમાં ચોરી અને લૂંટની ઘટના ન બને તે માટે બેઠકનું આયોજન કરાયું હતુ,સાથે સાથે પોલીસે તમામ વેપારીઓને સમજ આપી હતી અને જે દુકાનમાં સીસીટીવી લાગ્યા નથી તેવી દુકાનોના જવેલર્સને સીસીટીવી લગાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી,મોટી જવેલર્સની દુકાનોના માલિક સિકયુરીટી રાખે તેવી પોલીસે અપીલ કરી છે.

તહેવારોના સમયે બને છે લૂંટની ઘટના

તહેવારોના સમયે લૂંટની ઘટના બનતા હોય છે,ત્યારે આ લૂંટને કંઈ રીતે અટકાવી શકાય અને વેપારીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તેને લઈ ચર્ચા કરવામાં આવી હતી,ચાર દરવાજા વિસ્તારમાં જવેલર્સની સૌથી વધુ દુકાનો આવેલી છે તેને લઈ પોલીસ પણ સતર્ક થઈ હતી.દુકાનમાં નાઈટ વિઝન વાળા કેમેરા લગાવવા પોલીસે અપીલ કરી હતી.સાથે સાથે દાગીના, રોકડ લઈ જવાનું થાય તો વાહનોમાં GPS રાખવા સલાહ આપી છે.દાગીના અને રોકડની બેગમાં GPS રાખવા સલાહ અપાઈ છે.મોટી રોકડ, દાગીના લઈ જવા પોલીસની મદદ લેવા અપીલ કરી છે.

દિવાળી પૂર્વે પોલીસ વિભાગ ની જવેલર્સ સાથે બેઠક

દિવાળી પૂર્વે પોલીસ પણ સતર્ક બની છે અને વેપારીઓને માર્ગદર્શન આપી રહી છે,વેપારીઓ દિવાળીના સમયમાં શું ધ્યાન રાખવું જોઈએ તેને લઈ બેઠક યોજી હતી તેમજ અગામી સમયમાં દિવાળીનો તહેવાર આવે છે તો સોનાની ડિલેવરી લેવાની હોય તો પોલીસને સાથે રાખી શકાય તે રીતે અપીલ કરાઈ હતી,ગુજરાતના તમામ વેપારીઓ સોનાની ડિલેવરી કરતી વખતે જીપીઆરએસ સિસ્ટમ જોડે રાખે તે જરૂરી બન્યું છે.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય