32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: વૈષ્ણોદેવીથી અસલાલી-સનાથલ સુધી AMTSના નવા ત્રણ રૂટ શરૂ કરાશે

Ahmedabad: વૈષ્ણોદેવીથી અસલાલી-સનાથલ સુધી AMTSના નવા ત્રણ રૂટ શરૂ કરાશે


અમદાવાદ શહેરનો વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખૂણેખાંચરે દોડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસ હવે આગામી દિવસોમાં શહેરના SP રિંગ રોડ પર પણ દોડાવવામાં આવશે.

દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાં એટેલેકે તા. 22 ઓક્ટોબરથી શહેરના SP રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી અસલાલી- સનાથલ સુધી AMTSની નવા ત્રણ બસ રૂટ શરૂ કરવામાં આવશે. આ ત્રણ બસ રૂટ પર શરૂઆતમાં 20 બસો દોડાવવામાં આવશે. હાલમાં જે ટિકિટનો દર ચાલી રહ્યો છે તે જ ટિકિટના દર પર લોકો મુસાફરી કરી શકશે. SP રિંગરોડ -1 પર અસલાલી સર્કલથી રણાસણ સર્કલ સુધીના 25.80 કિ.મી.ના રૂટ પર કુલ 47 બસ સ્ટેન્ડ નક્કી કરાયા છે. જ્યારે રણાસણ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના 13.70 કિ. મી.ના રૂટમાં 20 બસ સ્ટેન્ડ નક્કી કરાયા છે. જ્યારે SPરિંગ રોડ -2 પર વૈષ્ણોદેવી સર્કલથી સનાથલ સર્કલ સુધીના 23.10 કિ.મી.ના બસ રૂટ પર AMTSની બસો દોડવવામાં આવશે. આગામી દિવસોમાં SP રિંગ રોડ -2 પર સનાથલ સર્કલથી અસલાલી સર્કલ સુધીના 14.30 કિ.મી.ના રૂટ પર શટલ બસ સેવા પણ શરૂ કરાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય