23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતમહેસાણાનવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન...

નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન | during navratri more than five lakh devotees prayer in pavagadh mahakali mataji temple



Pavagadh Mahakali Mata Temple: પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પહેલાં નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. નવરાત્રિ દરમિયાન જાણે માતાના ગઢે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ વખતે ફક્ત નવરાત્રિના નવ દિવસોમાં જ 5 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં.

આ પણ વાંચોઃ શ્રદ્ધાનો સાગર છલકાયો: રૂપાલની પલ્લી પર 20 કરોડના શુદ્ધ ઘીનો અભિષેક, નદીઓ વહેતી થઈ

પદયાત્રીઓએ કર્યાં માતાજીના દર્શન

માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન પાંચ લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતાં. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતાં. 

આ પણ વાંચોઃ સુરતના મેયરની જીભ લપસી, જાહેર મંચથી દશેરા વિશે બોલ્યાં- ‘સત્ય પર અસત્યની જીત થઈ’

તંત્રની બેદરકારી આવી સામે

રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લાખો માઇ ભક્તો મહાકાળી માતાના મંદિર દર્શન માટે પહોંચ્યા હતાં. આ પદયાત્રીઓ મોટાભાગે રાત્રિ દરમિયાન જ પ્રવાસ ખેડતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય