26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરશાહપુર બ્રિજ નીચે મોડી રાત્રે ભુસ્તર તંત્ર ત્રાટક્યું : બે લોડર અને...

શાહપુર બ્રિજ નીચે મોડી રાત્રે ભુસ્તર તંત્ર ત્રાટક્યું : બે લોડર અને ડમ્પર જપ્ત | Bhustar system struck late night under Shahpur Bridge: Two loaders and dumpers seized



બેફામ અને બેરોકટોક રેતી ચોરાતી હોવાની ફરિયાદો વચ્ચે

૮૦ લાખનો મુદ્દામાલ સીઝઃતંત્રનું વાહન નદીના પટ્ટમાં ફસાઇ જતા દોડધામ મચીઃડ્રાઇવર-ઓપરેટરો ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં
બેફામ અને બેરોકટોક રેતી ચોરી કરવામાં આવી રહી છે ત્યારે આ રેતીમાફિયાઓને પકડવા
માટે જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી છે અને બાતમીના આધારે
ગઇકાલે મોડી રાત્રે શાહપુર ગામના બ્રીજ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં
બિનઅધિકૃતરીતે રેતી ખનન અને વહન કરતા બે લોડર તથા બે ડમ્પર પકડી પાડવામાં આવ્યા
હતા.આ ઓપરેટરો અને ડ્રાઇવરો અહીંથી ફરાર થઇ ગયા હતા પરંતુ આ પ્રકારની રેડથી
રેતીચોરોમાં ફફડાટ ફેલાયો છે.

સાબરમતી નદીમાં બેફામ રેતી ચોરી ચાલી રહી છે ત્યારે આ રેતીચોરોને
પકડવા માટે તંત્રએ બાતમીદારોને સક્રિય કર્યા છે.ત્યારે જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી
પ્રણસિંહને બાતમી મળી હતી કે
,
ગાંધીનગર તાલુકાના શાહપુર ગામના બ્રિજ નીચે નદીના પટ્ટમાં સાદીરેતી ખનિજ ચોરીની
બિનઅધિકૃત પ્રવૃત્તી ચાલી રહી છે જેના અનુસંધાને ભુસ્તરશાસ્ત્રી ઉપરાંત તેમની ટીમના
મહિલા ઇન્સ્પેકટરો સિમોની દરજી તથા અવની સોલંકી દ્વારા તા.ચારના રોજ મોડી રાત્રે આશરે
એક વાગ્યે ગાંધીનગર તાલુકાના શાહપુર ગામના બ્રિજ નીચે સાબરમતી નદીના પટ્ટમાં દરોડો
કરવામાં આવ્યો હતો.વોચ ગોઠવીને બિનઅધિકૃત ખાન અને વહનની પ્રવૃત્તિને અનુસંધાને ભુસ્તર
તંત્ર દ્વારા કરવામાં આવેલી રેડના પગલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નદીમાં દોડધામ
મચી ગઇ હતી. રેડ પડી હોવાનું જાણતા જ રેતીચોરો ફરાર થઇ ગયા હતા તો બીજીબાજુ તંત્રની
કાર નદીના પટ્ટમાં ફસાઇ જતા અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો દોડયા હતા પરંતુ ત્યાં કોઇ પણ
ડ્રાઇવર કે ઓપરેટર મળ્યું ન હતું જો કે
,
અહીં ગેરકાયદે ખનન કરતા બે લોડર અને બે ડમ્પર તંત્રએ જપ્ત કર્યા છે અને આ વાહનોને
ડભોડા પોલીસ મથકે મુકવામાં આવ્યા છે. લોડર અને ડમ્પરોના રજીસ્ટ્રેશન નંબર નથી જેના
કારણે તપાસ આગળ ચલાવવામાં આવશે સાથે સાથે ગેરકાયદે ખનન કરવામાં આવેલા વિસ્તારની પણ
માપણી કરીને જવાબદારોને શોધી તેમને દંડ ફટકારવામાં આવશે. હાલની સ્થિતિએ તંત્રએ રાત્રે
રેડ કરીને ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત તો કરી લીધો છે જેના પગલે રેતીચોરોમાં ફફડાટ ફેલાયો
છે.

માઇન્સ સુપરવાઇઝર તથા ચેકપોસ્ટની ટીમોને પણ દરોડા માટે
નદીમાં ઉતારી

શાહપુર બ્રીજ નીચે મોડી રાત્રીનો ફાયદો ઉઠાવીને નદીપટ્ટનો
બેફામ રેતી ચોરી ચાલી રહી હતી ત્યારે રસ્તો ખુબ જ ખરાબ હોવાથી તપાસ ટીમનું વાહન
ફસાઈ ગયું હતું. જેથી ૫૦૦ મીટર જેટલું અંતર તપાસ ટીમ દ્વારા દોડીને આ બિનઅધિકૃત
સાદીરેતી ખનિજનું ખનન અને વહન કરતા બે લોડર મશીન તથા બે ડમ્પરો પકડવામાં આવ્યા
હતા. દરોડા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માઈન્સ સુપરવાઈઝર તથા નાકા
ક્લાર્ક  તેમજ ચિલોડા ચેકપોસ્ટ અને પીપળજ
ચેકપોસ્ટની ટીમોને પણ બોલવામાં આવી હતી. એટલુ જ 
નહીં
,આ ટીમો
દ્વારા બિનઅધિકૃત ખનનવાળા વિસ્તારની સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં
આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય