31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છકચ્છમાં 200 બ્લેકટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો આજથી બંધ | 200 blacktrap...

કચ્છમાં 200 બ્લેકટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો આજથી બંધ | 200 blacktrap mines and crusher units in Kutch closed from today



ઉત્પાદન-નિકાસ બંધ કરવા ખાણ-ખનીજ ખાતાના આદેશથી

કચ્છના કરોડો રૂપિયાના વિકાસ કામો ઉપર બ્રેક ઃ૨૦૦૦થી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા,  દોઢ લાખ શ્રમિકોની રોજગારી છીનવાઈ

ગાંધીધામ: પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં ખાણ અને ખનીજ ખાતા દ્વારા કોઇપણ નોટિસ આપ્યા વગર લીઝોમાંથી ખનીજનું ઉત્પાદન નિકાસ બંધ કરવા કરેલા આદેશના પગલે કચ્છમાં ૨૦૦થી વધુ બ્લેકટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો બંધ થતાં દોઢ લાખ શ્રમિકોની રોજગારી છીનવાઇ હોવાનું તેમજ ૨ હજાર ટ્રકોના પૈડા થંભી ગયા હોવાનું જણાવી મોટું નુકશાન અટકાવવા યોગ્ય નિર્ણય લઇ રસ્તો કાઢવામાં આવે તેવી માંગ અંજાર-ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ-ક્રશર(ભેડિયા) એસોશીયેસન દ્વારા કરવામાં આવી હતી. સાથે હવે સરકારથી નારાજ થઇ આજથી જ સંપૂર્ણ રીતે બંધ પાડવામાં આવતા જિલ્લામાં થતા તમામ વિકાસ કામો પર બ્રેક લાગી ગયો છે  અને હવે જ્યાં સુધી માંગ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ સમેટવામાં નહિ આવે તેવી પણ ચીમકી અપાઈ હતી. 

આ અંગે પૂર્વ કચ્છ એસો.ના પ્રમુખ રામભાઇ ભાવનાણીએ જણાવ્યું હતું કે, કચ્છ જીલ્લામાં આશરે ૨૦૦થી વધારે નાની-મોટી બ્લેકટ્રેપ ખનીજની ખાણો છેલ્લા આશરે ૬૦ વર્ષથી કાર્યરત છે અને જીલ્લામાં તેના આનસાંગિક ઉદ્યોગ તરીકે ૬૦ જેટલાં ક્રશર પ્લાન્ટ કાર્યરત છે. આ ઉધોગ દ્વારા સરકારને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બન્ને મળીને અંદાજે ૪૦થી ૫૦ કરોડ જેટલી રોયલ્ટીની આવક ગત વર્ષ દરમિયાન થઈ હતી અને આવક પર જી.એસ.ટી. ની પણ કરોડો રૂપિયાની આવક થાય છે. આ બ્લેકટ્રેપની ખાણો પર ખાણના માલિકો ઉપરાંત ખાણ કામ કરતા દોઢ લાખથી મજદુરોને કાયમી નિયતપણે રોજગારી મળી રહે છે. ઉપરાંત ૬૦ થી વધારે ક્રશર પ્લાન્ટ અને મશીના ધારકો ઉપરાંત ટ્રક વિગેરે જેવા ટાન્સપોર્ટેશન વાહનો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ લાખો લોકોને રોજીરોટી મળી રહે છે. ખાણ ખનિજ વિભાગની આ સૂચના મુદ્દે અંજાર-ગાંધીધામ તાલુકા બ્લેક ટ્રેપ લીઝ-ક્રશર(ભેડિયા) એસોશીયેસનના હોદદ્દેદારો અને સભ્યોની બેઠક મળી હતી અને ગુજરાતભરમાં આ મુદ્દે હાલ વીરોધ જોવા મળી રહ્યો છે. હાલ આ સૂચનાના પગલે ખાણો અને ક્રશર યુનિટો બંધ થવાથી મોટું નુકશાન પહોંચી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ જ્યાં સુધી માંગ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

કચ્છના અનેક વિકાસકામો પર અસર પહોંચશે, કરોડોનું નુકસાન થશે 

હાલમાં જો કચ્છની વાત કરી એ તો બે મહાબંદર જેમાં દરરોજ વિકાસ કામો થતા જ રહે છે. આ ઉપરાંત ૪૩૦૦ હજાર કરોડના ખર્ચે બનનાર ડીપી વર્લ્ડ કન્ટેનર ટમનલ જેમાં માત્ર કચ્છ જ નહિ પણ વિશ્વની  નજર છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન પ્રોજડેટ તેમજ અન્ય ઉદ્યોગોના કારખાનાઓ અને તેના આનસાંગિક ઉદ્યોગો પર પણ તેની માઠી અસર ક્રશર પ્લાન્ટ અને ખાણો બંધ થઇ જવાથી ખુબ જ માઠી અસર પહોંચશે. આ ઉપરાંત ચાલી રહેલા ખાનગી અને સરકારી બાંધકામ, રોડ રસ્તાના કામો પણ બંધ થઇ જશે. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થશે. 

તમામ શરતોનું પાલન કર્યું છતાં લીઝ ચાલુ રાખવાની મંજૂરી નહિ 

સરકારે ઈ. સી. (એનવાયરમેન્ટ સટફિકેટ)ના કારણે લીઝ બંધ કરી નાખી છે. આ મથામણ વર્ષ ૨૦૧૬થી ચાલી રહી છે. જેમાં દર થોડા સમયે સરકાર નિયમોમાં ફેરફાર કરી નાખી લીઝ ધારકોને પરેશાન કરતી હોવાના આક્ષેપો ઉઠયા છે. લીઝ ધારકોએ તમામ શરતોનું પાલન કર્યું છે. પરંતુ સરકારે નક્કી કરેલી એજન્સીએ જ મોડું કર્યું હોવા છતાં તેનું નુકશાન લીઝ ધારકોને ભોગવવું પડી રહ્યું હોવાથી આ હડતાળ કરવાની ફરજ પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય