દેશના મુખ્ય શેરબજાર બીએસઈ અને એનએસઈએ શુક્રવારે રોકડ અને વાયદા વિકલ્પ સોદા માટે પોતાની લેવડ-દેવડ ચાર્જમાં ફેરબદલ કર્યો છે. સેબીએ શેરબજાર સહિત માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે સંકળાયેલ સંસ્થાઓના તમામ સભ્યો માટે એક સમાન ચાર્જ અનિવાર્ય કર્યા પછી આ પગલું લીધું છે. શેરબજારે જુદાજુદા સર્કયુલરમાં કહેવાયું છે કે, નવા સંશોધિક દરે પહેલી ઑકટોબર એટલે કે, મંગળવારથી લાગૂ થઈ જશે. બીએસઈએ ઈક્વિટી વાયદા વિકલ્પ સેગમેન્ટમાં સેન્સેકસ અને બેંકેક્સ વિકલ્પ કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ફીમાં સુધારો કરીને રૂપિયા 3,250 પ્રતિ કરોડ પ્રીમિયમ ટ્રેડ કરવામાં આવ્યો છે. જો કે, ઈક્વિટી ફ્યુચર્સ-ઓપ્શન્સ સેગમેન્ટમાં અન્ય કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ફી યથાવત રહેશે.
સેબીએ સર્કયુલર ઈશ્યૂ કર્યો
સેબીએ ગત જુલાઈ મહિનામાં માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રાકચર ઈન્સ્ટિટ્યૂશનના ચાર્જ વિશે એક સક્યુલર જાહેર કર્યો હતો. આમાં કહેવામાં આવ્યું હતું કે, એનઆઈઆઈની પાસે તમામ સભ્યો માટે એક સમાન ચાર્જ થશે. જે વર્તમાન કારોબારની વોલ્યૂમ આધારિત સિસ્ટમનું સ્થાન લઈ લેશે. ઉલ્લેખનીય છે કે, બજેટ-2024ના ફ્યૂચર્ચ અને ઓપશન્સ પર સિક્યુરિટીઝ ટ્રાંઝેક્શન ટેક્સને ધીમેધીમે 0.02 ટકા અને 0.1 ટકા વધાર્યું છે. શેર બાયબેકને પ્રાપ્ત આવક લાભાર્થીઓ માટે ટેક્સ યોગ્ય થશે. આ ફેરફાર પહેલી ઑકરટોબર 2024થી લાગુ થશે. જો કે ટ્રેડર્સ પર ટેક્સ બે ગણો હોવાથી લેવડ-દેવડનું વોલ્યૂમ ઓછું થઈ શકે છે. બીજી તરફ ઉચ્ચ ટેક્સ રોકાણકારોને લાભ સીમા વધારાશે. જેનાથી શક્ય છે કે તેઓને વધુ જોખમ લેવા પ્રેરિત કરાઈ શકે છે.
શા માટે આવું પગલું લેવામાં આવ્યું?
રોકાણકારોના હિતોની રક્ષા કરવી અને સ્ટોક માર્ટેમાં સટ્ટાબાજીને ઓછી કરવા સેબીએ આ પગલું ઉઠાવ્યું છે. સેબીના જણાવ્યા પ્રમાણે વર્ષ-2024માં આશરે 91 ટકા F&O ટ્રેડર્સે જોખભી ટ્રેડસમાં કુલ 75 હજાર કરોડનું નુકસાન ઉઠાવ્યું છે. આ ઉપરાંત લિક્વિડિટીના પૂર અને છૂટક રોકાણકારોનો ઉત્સાહ વિશ્વના સૌથી મોંઘા ઈક્વિટી માર્કેટ માટે ઘાતક સંયોજન બની રહ્યો છે. ઈન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ આ ફેરફારોને દેશમાં એક કાયમી રોકાણ પરિદ્રશ્યની સાથે મૂડી બજારને સમતોલન અને વ્યવસ્થિત વિકાસ માટે જરૂરી માને છે.