મહેસાણા જિલ્લામાં શનિવારે સાંજથી મોડી રાત સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો.જેને લઇ વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.તો નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા.મહેસાણા શહેર સહીત જિલ્લાના ત્રણ તાલુકામાં પણ વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વરસાદથી ધરોઈ ડેમમાં 1157 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.જેને લઇ ખેડૂત આલમમાં ખુશી છવાઈ હતી.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા જિલ્લામાં શનિવારે પણ છૂટો છવાયો વરસાદ નોધાયો હતો.જેમાં સાંજના સમયે ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ચાર તાલુકામાં વરસાદ થયો હતો.જેમાં મહેસાણામા સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ધીમીધારે વરસ્યો હતો.જેમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.આ ઉપરાંત ઊંઝા, ખેરાલુ અને બેચરાજીમાં વરસાદ વરસ્યો હતો.તો બીજા દિવસે રવિવારે સવારથી જિલ્લામાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા.જેને લઈ ગરમીથી રાહત થઇ હતી.
જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં બે દિવસ સુધી કેટલાક ભાગોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારમા હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મહેસાણામા રાત્રે એલ ઈંચ જેટલો વરસાદ પડવાથી જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા.જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પરેશાન થયા હતા.
ધરોઈ ડેમમાં 1,157 ક્યુસેક પાણીની આવક નોંધાઈ
મહેસાણા તેમજ ઉત્તર ગુજરાતના મોટા ભાગોની સિંચાઈ અને પીવાના પાણીની ગરજ સારતા ધરોઈ ડેમમાં 1157 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.ઉપરવાસમા અને ડેમના કેચમેન્ટ વિસ્તારમા સારા વરસાદ પગલે ડેમમાં પાણીની આવક થઇ હતી.નવા નિરની આવકથી ડેમની સપાટી 618.07 ફૂટ નોંધાઈ હતી.