21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતમહેસાણાકડીના નવા અંડરબ્રિજે ઉભી કરી નવી મુસિબત, પાણીમાંથી લઈ જવી પડી નનામી,...

કડીના નવા અંડરબ્રિજે ઉભી કરી નવી મુસિબત, પાણીમાંથી લઈ જવી પડી નનામી, શાળાના બાળકો પણ પરેશાન | Passed through the water of the underbridge to take the old man hearse In Mehsana Kadi



Kadi Underbridge : રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે મહેસાણાના કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા બનાવામાં આવેલા નવનિર્મિત અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. આ દરમિયાન મૃતદેહને નનામીમાં સ્માશન લઈ જવા માટે પરિવારજનો કેડસમા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા. 

અર્થીને પાણીમાંથી સ્મશાને લઈ જવા મજબુર

કડીના સુજાતપુરા રોડ ઉપરના અંડરબ્રિજ નજીક આવેલી મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થયું હતું. આ પછી વદ્ધના મૃતદેહને સ્મશાન લઈ જવા માટે પાણી ભરેલા અંડરબ્રિજમાંથી પસાર થવા મજબુર થયા હતા.

આ પણ વાંચો : વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર પાણી ભરાયા

સ્થાનિકોની ફરિયાદ?

સ્થાનિકોનું કહેવું છે કે, ચોમાસાની ઋતુમાં આ અન્ડરબ્રિજ માથાનો દુખાવો સમાન છે. છેલ્લા કેટલાક દિવસથી ખાબકી રહેલા વરસાદને કારણે બ્રિજમાં પાણી ભરાયા છે, જ્યારે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ સહિતના લોકોને બ્રિજમાં પાણી ભરાયા હોવાથી હાલાકી ભોગવવી પડે છે અને ના છુટકે ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે.

ઈમરજન્સી સમયે 108 કે અન્ય વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે સારો રસ્તો કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય