20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યWorld Heart Day 2024: હાર્ટએટેક પહેલા આ લક્ષણો જોવા મળે તો સાવધાન,વાંચો

World Heart Day 2024: હાર્ટએટેક પહેલા આ લક્ષણો જોવા મળે તો સાવધાન,વાંચો


દેશમાં આજકાલ હૃદયને લગતી બીમારીઓ ઝડપથી વધી રહી છે. હવે તો યુવાનોમાં પણ હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપણાં દેશમાં એવી સ્થિતિ આવી ગઈ છે કે, હાર્ટએટેકની ખબર ગમે ત્યારે આવતી હોય છે. આવામાં બચાવ કરનાર માટે એ જાણવું જરુરી છે કે હાર્ટએટેક પહેલાઆપણા શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે અને આપણે તેના વિશે કેવી રીતે જાણીશું? હાર્ટએટેક આવતા પહેલા શરીરમાં કેવા પ્રકારના સંકેતો જોવા મળે છે અને નિવારણ માટે આપણે શું કરવું જોઈએ?

હાર્ટએટેક શું હોય છે?

હાર્ટએટેક એ ખૂબ જ જીવલેણ સ્થિતિ છે. આ સ્થિતિમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે પણ હૃદયની નસોમાં અથવા હૃદયને લોહી પહોંચાડતી નસોમાં અથવા ધમનીઓમાં અવરોધ આવે છે, ત્યારે હૃદયમાં ઓક્સિજનની ઉણપ થાય છે. આ કારણે, હૃદય લોહી પંપ કરવામાં અસમર્થ છે અને પછી હૃદયરોગનો હુમલો આવે છે.

હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો:

  • છાતીમાં દુખાવો દબાણ અને ભારેપણું
  • ભારે ચિંતા થવી 
  • ગભરાટ થવી
  • સતત પરસેવો વળવો
  • ગેસ્ટ્રિક લક્ષણો થવા
  • ઊલટી અથવા ઊલટી જેવી લાગણી

હાર્ટએટેક આવતા પહેલા શરીરમાં આ લક્ષણો દેખાવા લાગે છેઃ

 હાર્ટએટેક આવતા પહેલા શરીરમાં એવા ઘણા સંકેત જોવા મળે છે જેનાથી ખબર પડે કે હાર્ટ હેલ્ધી છે કે નહિ? જો ચાલતા-ફરતા અથવા જરા જેટલું કામ કરતા થાક, છાતીમાં ભારે અને શ્વાસ વધી જાય તો થોડું પણ મોડું કર્યા વગર ડૉકટર પાસે પહોંચી જાવ. જો ડાબા હાથમાં દર્દ થઈ રહ્યું હોય અને આ દર્દ ખભા સુધી જાય તો આ સ્થિતિ ખૂબ જ ખતરનાક થઈ શકે છે. ઉપરાંત પેટમાં ગૅસના લક્ષણો જેમ કે, ઊલ્ટી અથવા ઊલ્ટી જેવું વારંવાર લાગવું. ત્યારે સાવધાન થઈ જાવ. આ તમામ લક્ષણો હાર્ટએટેક થવાના ઘણા મહિના પહેલા સુધી દર્દીમાં જોવા મળે છે. જો તમને પણ અથવા તમારી આસપાસમાં કોઈપણ વ્યકિતમાં આવા લક્ષણો જોવા મળે તો તરત કાર્ડિયોલૉજિસ્ટ અથવા દવાખાને પહોંચી જવું જોઈએ.

હાર્ટએટેકથી કઈ રીતે બચશો?

હાર્ટએટેકથી બચવા માટે તમારે સૌથી પહેલા પોતાની લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવો પડશે. એવી ચીજો ખાવાથી બચવું જોઈએ જેમાં વધુ તેલ અને હાઈ-કોલેટ્રોલ ધરાવતો હોય. આ શરીરની અંદર આવેલી ધમનીઓમાં ચોંટી જઈને હાર્ટએટેક આવવાનું કારણ બને છે. ઉપરાંત હૃદયને તંદુરસ્ત રાખવા દરરોજ ઓછામાં ઓછી 30થી 45 મિનિટ સુધી વૉક કરવી જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય