20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસિહોર પાલિકાના ચકચારી બોગસ રોજમદાર પ્રકરણમાં સુપરવાઇઝર સહિત 3 ઝડપાયા | 3...

સિહોર પાલિકાના ચકચારી બોગસ રોજમદાર પ્રકરણમાં સુપરવાઇઝર સહિત 3 ઝડપાયા | 3 including supervisor arrested in Sihore Municipality Chakchari Bogus Rojmdar case



– મુખ્ય રોજમદાર બહારગામ અને તેની જગ્યાએ અન્ય શખ્સ ફરજ બજાવતો હતો

– નગરપાલિકાના કૌભાંડમાં ચીફ ઓફિસરે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી

સિહોર : સિહોર નગરપાલિકામાં ચકચાર મચાવનાર બોગસ રોજમદાર પ્રકરણમાં આખરે ચીફ ઓફિસરે તપાસ હાથ ધર્યા બાદ વોટર વર્કસ વિભાગના સુપરવાઇઝર અને રોજમદાર મળી ત્રણ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ સંદર્ભે પોલીસે સુપરવાઈઝરની સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોરમાં આવેલ દવે શેરીમાં રહેતા અરૂણભાઇ કાળુભાઈ ગોહેલ ગત જાન્યુઆરી માસમાં સિહોર નગરપાલિકાના વોટર વર્કસ ડંકી વિભાગમાં રોજમદાર કી મેન તરીકે જોડાયેલ હોય અને ચાલુ નોકરી છોડી બહારગામ જતા રહ્યા હતા. અને તેમની જગ્યાએ ભરતભાઈ ગોવિંદભાઈ ગોહેલ (રહે. શિહોર)ને નોકરી ઉપર મોકલી તેમના નામે પગાર મેળવી લીધો હતો, તેમ જ વોટર વર્ક વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈ રામભાઈ મીયાત્રા એ પણ અરુણભાઈ કાળુભાઈ ગોહિલના નામની હાજરીપત્રકમાં જાન્યુઆરી ૨૦૨૪ થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન ખોટી હાજરી બતાવી, ખોટા પ્રમાણપત્ર આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ત્રણેય પૂર્વ નિયોજીત કાવતરું રચીને સિહોર નગરપાલિકા પાસેથી રૂ.૧,૦૦,૩૫૫ અરુણભાઈના પગાર પેટે જમા કરાવી એકબીજાની મદદગારી કરી અને નગરપાલિકા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

સિહોર શહેરમાં ચકચાર જગાવનાર આ પ્રકરણ અંગે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દ્વારા તપાસ અહેવાલ મંગાવવામાં આવ્યા બાદ ચીફ ઓફિસરે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ગેરરીતિ જણાઈ આવતા શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર ષિભાઈ ચંદ્રકાંતભાઈ દવે ( રહે. શુભ લક્ષ્મી રેસીડેન્સી, ભગવતી સર્કલ પાસે, કાળીયાબીડ ભાવનગર ) એ અરુણ કાળુભાઈ ગોહેલ, અશ્વિન રામભાઈ મિયાત્રા અને ભરત ગોવિંદભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ સંદર્ભે સિહોર પોલીસે સુપરવાઈઝર સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી પાંચ પૂછપરછ હાથ ધરી છે.તદુપરાંત ઝડપાયેલા ત્રણેય શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય