20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતપાણીમાં તણાયેલી સારવદરની બાળકીનો સવારે તણસા નજીકથી મૃતદેહ મળ્યો | The body...

પાણીમાં તણાયેલી સારવદરની બાળકીનો સવારે તણસા નજીકથી મૃતદેહ મળ્યો | The body of a girl from Saravdar was found near Tansa in the morning



– ઘર પાસે રમતા રમતા નહેરમાં બાળકી ગરકાવ થઈ હતી

– ફાયર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરાઇ હતી, તણસા નજીક નાળા પાસેથી મૃત હાલતે મળી આવી

ભાવનગર : ઘોઘા તાલુકાના સારવદર ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા આઘેડની અગિયાર વર્ષીય પુત્રી ઘરની પાસે રમતા રમતા બાજુમાં આવેલી નહેરમાં પડી જતા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.આ ઘટના બનતા પરિવારે ઘોઘા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા ઘટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,પોલીસ સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રી સુધી શોધખોળ કરવા છતા બાળકીને શોધવામાં સફળતા મળી ન હતી.જ્યારે આજે વહેલી સવારે તણસા નાળા નજીકથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના સારવદર ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા અશોકભાઈ ચુડાસમાની ધોરણ ૬ માં અભ્યાસ કરતી અને ૧૧ વર્ષીય પુત્રી સોનલ ગુરુવારે સાંજના સમયે વાડી વિસ્તારમાં પોતાના ઘર પાસે રમતી હતી. તેવામાં ઘરની બાજુમાંથી નિકળતી નહેરમાં અચાનક પડી જતા તણાઇ ગઇ હતી.આ ઘટનાની જાણ થતાની સાથે ઘોઘા તાલુકા પંચાયતના અધીકારીઓ,  પોલીસ સહીતની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રી સુધી શોધખોળ કરી પરંતુ બાળકીનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે વહેલી સવારથી તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફરી સ્થાનિક ગ્રામજનો તેમજ ફાયર રેસ્ક્યુ ટિમ દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.તેવામાં તણસા નજીક નાળાપાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે બાળકીનાં મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય