21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટમકાન પડી જવાની ચિંતામાં વેરાવળમાં મહિલાનો આપઘાત | Worried woman commits suicide...

મકાન પડી જવાની ચિંતામાં વેરાવળમાં મહિલાનો આપઘાત | Worried woman commits suicide in Veraval due to house collapse



રિંગ રોડ પરના મફતીયાપરાનો બનાવ

ઝૂંપડીપટ્ટી ખાલી કરવાની નગરપાલિકાએ નોટિસ આપતા ચિંતામાં ગળાફાંસો ખાધો

વેરાવળ :  વેરાવળના રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ પાસે રોડની બન્ને સાઇડ
આવેલા મફતીયાપરામાં ઝૂંપડા બાંધી લોકો રહે છે. આ ઝૂંપડપટ્ટી ખાલી કરવાની નગરપાલિકો
નોટિસ આપતા ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાએ મકાન પડી જવાની ચિંતામાં ગળાફાંસો ખાઇ
આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે.

વેરાવળના રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની બાજુમાં વર્ષોથી
રોડની બન્ને બાજુ કાચા ઝુંપડા બાંધી લોકો રહે છે. મફતીયાપરા તરીકે ઓળખાતી આ
ઝૂંપડપટ્ટી ખાલી કરવા નગરપાલિકાએ નોટિસ આપી છે. તેથી આ ઝુંપડપટ્ટીમાં રહેતા
માયાબેન અડપલ (ઉ.વ. ૪૨)ને ઘર પડી જશે. તો ક્યાં રહેવા જશું તેની ચિંતા થઇ પડતા આઘાતમાં
ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી છે. પોલીસે બનાવની તપાસ હાથ
ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય