વરસાદ વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13742 OPD નોંધાઈ છે. તેમજ ડેન્ગ્યુના 89 કેસ, 89માંથી 37 દર્દી દાખલ કરાયા છે. જેમાં મેલરીયાના 24 કેસ અને ચિકનગુનિયા 8 કેસ છે. વાઈરલ ઇન્ફેક્શનના 1938 કેસ, 43 દર્દી દાખલ છે. સ્વાઇન ફ્લૂના 4 દર્દી સોલા સિવિલમાં દાખલ છે. બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના 60થી વધુ કેસ છે. સોલા સિવિલમાં બાળકોની OPD 100ને પાર થઇ છે.
સોલા સિવિલમાં રોગચાળાના દર્દીઓમાં વધારો નોંધાયો
વરસાદ વચ્ચે સોલા સિવિલમાં રોગચાળાના દર્દીઓમાં વધારો નોંધાયો છે. તેમાં સોલા સિવિલ હોસ્પિટલમા 13,472 ઓપીડી નોંધાઇ છે. જેમાં ડેન્ગ્યુના 89 કેસ નોંધાયા જેમાંથી 37 દર્દી એડમીટ કરવાની ફરજ પડી છે. મેલરીયાના 24 કેસ અને ચિકનગુનિયા 8 કેસ નોંધાયા છે. વાઈરલ ઇન્ફેક્શનના 1938 કેસ નોંધાયા જેમાંથી 43 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. સ્વાઇન ફ્લૂના 4 દર્દી સોલા સિવિલમાં એડમિટ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઓપીડી ઉભરાઈ છે. જ્યારે બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 60થી વધુ નોંધાયા છે.
બાળકોની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 100ને પાર નોંધાઇ
બાળકોની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 100ને પાર નોંધાઇ છે. ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે અને રાજ્યમાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યામાંથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. હાલ ગુજરાતમાં ડેન્ગ્યુની સાથે મેલેરિયાના કેસો પણ સતત વધી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા સરકારી હોસ્પિટલમાં ઓપીડીની લાઈન વધુ જોવા મળી રહી છે અને સમય પ્રમાણે દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવી જરૂરી બની ગઈ છે. જો સરખી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ રોગચાળો વધુ વકરે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.