31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગાંધીનગર વાયરલ બિમારીના ભરડામાં સિવિલ દર્દીઓથી ઉભરાઇ | Gandhinagar was flooded with...

ગાંધીનગર વાયરલ બિમારીના ભરડામાં સિવિલ દર્દીઓથી ઉભરાઇ | Gandhinagar was flooded with civilian patients in the midst of viral disease



ડેન્ગ્યુ,
ચિકનગુનિયા, મેલેરિયા
તથા અન્ય વાયરલ તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

સિવિલમાં રોજના અઢી હજાર જેટલા કેસ રજિસ્ટ્રર, ૮૦૦થી પણ વધુ દર્દીઓ
હાલ દાખલઃખાનગી હોસ્પિટલો પણ ફુલ

ગાંધીનગર :  છેલ્લા ઘણા દિવસોથી બિનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે.
મચ્છરજન્ય અને વાહકજન્ય બિમારીઓના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ
, મેલેરિયા તથા
ચિકનગુનીયા ઉપરાંત અન્ય વાયરલ તાવના કેસ વધ્યા છે. ગ્રામ્ય કરતા શહેરમાં દર્દીઓનો
વધારો થઇ રહ્યો છે. તેમાં પણ બાળકોમાં વાયરલ બિમારીઓ ઝડપથી ફેલાઇ રહી છે ઘરમાં એક
સભ્યને તાવ-શરદી થાય તો તેનો ચેપ ઘરના અન્ય સભ્યોમાં પણ ઝડપથી ફેલાય છે.વધતી જતી
બિમારીઓની સીધી અસર સિવિલમાં જોવા મળી રહી છે. સિવિલ ઉપરાંત અન્ય હોસ્પિટલો
દર્દીઓથી ઉભરાઇ રહી છે.

સામાન્યરીતે વર્ષાઋતુને બિનઆરોગ્યપ્રદ ઋતુ જ કહેવામાં આવે છે.
ચોમાસાની ભેજવાળી આબોહવામાં નિષ્ક્રિય થયેલા ઘણા વાયરસ સક્રિય થતા હોય છે અને માનવ
શરીર ઉપર એટેક કરતા હોય છે જેના કારણે હાલ ગરમી-ઠંડી અને વરસાદ એમ એક જ દિવસમાં ત્રણ
ત્રણ ઋતુના અનુભવ વચ્ચે તાવના દર્દીઓમાં ખુબ જ વધારો થયો છે.સિવિલમાં મેડિસીન ઓપીડી
બહાર મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેડિસીન ઓપીડીમાં જ રોજના ૯૦૦ દર્દીઓ
સારવાર અર્થે આવે છે. તો બીજીબાજુ મેલેરિયા
,
ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીના કેસ પણ વરસાદની આ સિઝનમાં જોવા
મળી રહ્યા છે. જીવલેણ ડેન્ગ્યુનો ફફડાટ વધ્યો છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ ડાઉન થઇ જતા
હોવાને કારણે દર્દીને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને
બાળદર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે.જેનાથી પિડીયાટ્રીક વોર્ડ પણ ભરાઇ ગયો
છે. સાથે સાથે કમળો
, ટાઇફોઇડ, કોલેરા જેવા પાણીજન્ય
રોગના દર્દીઓ પણ વર્ષાઋતુમાં ગટરના પાણી મિક્સ થઇ જવાને કારણે પ્રકાશમાં આવતા હોય છે.
ત્યારે હાલ શ્રાધ્ધના દિવસોમાં ગરમી પણ પડતી હોવાને કારણે વાતાવરણ બદલાવાથી વાયરલ તાવના
કેસ ખાસ સામે આવતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટીએ પિત્તને લગતી બિમારીઓ શ્રાધ્ધના આ ગરમીના
દિવસોમાં ખાસ જોવા મળે છે.ભાદરવામાં પડતા તડકાને કારણે આ મહિનાને તાવનો મહિનો પણ કહેવામાં
આવે છે ગાંધીનગરના દવાખાનાઓમાં રહેતી ભીડને જોઇને તે વાત સાચી હોવાના પુરાવા પણ મળે
છે. ત્યારે આ બિનઆરોગ્યપ્રદ ઋતુની સીધી અસર સિવિલ હોસ્પિટલ ઉપર પણ જોવા મળી રહી છે.
સિવિલમાં દરરોજ અઢી હજાર જેટલા કેસ નિકળે છે ત્યારે હાલ ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગ
અને જુની સિવિલ હોસ્પિટલ બન્ને જગ્યાએ મળીને કુલ ૮૨૮ જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર
આપવાની ફરજ પડી રહી છે.જે પૈકી ૨૨૦થી વધુ દર્દીઓ મેડિસીન ડિપાર્ટમેન્ટના હોવાનું સામે
આવી રહ્યું છે.

બાળદર્દીઓમાં પણ ચિંતાજનક વધારો,સ્કૂલોમાં હાજરી
ઓછી

ભાદરવા મહિનામાં સામાન્યરીતે તાવના કેસ વધતા હોય છે ત્યારે
હાલ વાયરલ અને મચ્છરજન્ય બિમારીઓના કેસ વધી રહ્યા છે તેમાં બાળકો વધુ અને ઝડપથી
ઝપેટમાં આવી રહ્યા છે. ઘરમાં અને સ્કૂલ-ક્લાસીસમાં ચેપ ખબુ જ ઝડપથી ફેલાઇ રહ્યો
છે. બાળક સ્કૂલમાં ગયો હોય ત્યાર પછી સ્કૂલ સંચાલકોને વાલીઓને ફોન કરીને બાળકને
તાવ આવતો હોવાનું જણાવીને તેને લઇ જવા માટે સુચના આપવામાં આવે છે. આ કિસ્સાઓ પણ
હાલ વધી રહ્યા છે. તો સિવિલમાં પણ પિડીયાટ્રીક ડિપાર્ટમેન્ટમાં બાળદર્દીઓની સંખ્યા
વધી રહી છે બાળકોમાં રીકવરી રેટ વધુ છે પરંતુ પાંચ દિવસ સુધી તાવ આવે છે તથા શરીર
ઉપર લાલ ચકામા પડે છે અને માથાના ભાગમાં દુઃખાવો અને શરીર ઉપર ખંજવાળની ફરિયાદ
બાળકોમાં આ વાયરલ તથા ડેન્ગ્યુના તાવમાં રહે છે.

ડેન્ગ્યુ અને વાયરલ તાવમાં

દર્દીના પ્લેટલેટ ઘટતા હોવાથી જલ્દી રજા આપી શકાતી નથી

ગાંધીનગર સિવિલ દર્દીઓથી ઉભરાઇ રહી છે તેની પાછળ મુખ્ય કારણ
વાયરલ બિમારીઓનો છે. આ અંગે ગાંધીનગર મેડિસિન વિભાગના વડા ડો. દિનકર ગોસ્વામીએ
જણાવ્યું હતું કે
, એક બાજુ
મચ્છરજન્ય અને વાહકજન્ય ડેન્ગ્યુ
,
મેલેરિયા તથા ચિકનગુનીયાના કેસ વધ્યા છે તો બીજીબાજુ વાયરલ તાવના કેસ પણ વધ્યા
છે. ડેન્ગ્યુ હોય કે વાયરલ તાવ બન્નેમાં લક્ષણો લગભગ સરખા છે ત્યારે આ વખતે વાયરલ
તાવમાં પણ પ્લેટલેટ ઘટવાના કિસ્સા બને છે ત્યારે આવા દર્દીઓને દાખલ કરીને જ સારવાર
આપવાની ફરજ પડી રહી છે.અને ત્રણથી પાંચ દિવસે નીચે જતા પ્લેટલેટ ઉપર આવવાની શરૃ
થતા હોય છે તેથી દર્દીઓને ફરજીયાત ત્રણ કે પાંચ દિવસ દાખલ કરવાની ફરજ પડી રહી છે.
જેના કારણે સિવિલમાં દર્દીઓનો ભરાવો થઇ રહ્યો છે.

મેડિસિન વિભાગના છ,સાત અને
આઠમાં માળે બેડ વધારવા પડયા

હાલ બિનઆરોગ્યપ્રદ ઋતુ છે જેમાં ખાસ કરીને વાયરલ તાવ તથા
ડેન્ગ્યુ
, મેલેરિયા
અને ચિકનગુનીયાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છ.ે સિવિલમાં હાલની સ્થિતિએ
૮૦૦થી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે જે પૈકી ૨૨૮ જેટલા
દર્દીઓ તો ફક્ત મેડિસિન ડિપાર્ટમેન્ટના જ છે. ૬૦૦ બેડની હોસ્પિટલના સાતમાં અને
આઠમાં માળે આ મેડિસિન ડિપાર્ટમેન્ટના દર્દીઓને દાખલ કરવામાં આવે છે ત્યારે છઠ્ઠા
માળે પણ ડેન્ગ્યુ
, તાવના
દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે એટલે કે
,
અન્ય વોર્ડમાં પણ મેડિસિનના દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે તો બીજીબાજુ
દર્દીઓ વધતા પાંચ પાંચ બેડ પણ આ તમામ વોર્ડમાં વધારવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં
તબીબો તથા સ્ટાફની કામગીરી વધી ગઇ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય