28 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
28 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar જિલ્લાના માણસમાં ભારે વરસાદ, જુઓ Video

Gandhinagar જિલ્લાના માણસમાં ભારે વરસાદ, જુઓ Video


ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,માણસાના લોદરા ગામે અંડરપાસમાં પાણી ભરાયા હતા,પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક પણ પાણીમાં નષ્ટ થયો હતો.

અંડરપાસમાં ભરાયા પાણી

માણસા તાલુકાના લોદરા ગામે રેલવે દ્વારા બનાવવામાં આવેલ અંડરપાસ પાણીથી ભરાઈ જતા લોદરાથી માણસા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.માણસા તાલુકામા પડી રહેલ વરસાદથી ખેતરોમા પાણી ભરાયા હતા જેના કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું હતુ.રાત્રીના સમયે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.માણસા સીટી, ઇટાદરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો.

માણસમાં 3 ઈંચ વરસાદ

ગાંધીનગરના માણસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં દહેગામમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના કપડવંજમાં 2 ઇંચ, કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ આવ્યો છે. રાજ્યમાં બે કલાકમાં 49 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં માણસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ

દહેગામ પંથકમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે.આ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે કોઈ એક દિવસની નથી. સ્થાનિકો તેમજ વેપારીઓનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે તકલીફ પડી રહી છે, ઘણી વાર ભારે વરસાદ પડે તો દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. જેના કારણે દુકાનમાં રહેલો માલસામન પલળી જાય છે. પાણી ભરાવાને લઈ ઓફીસ જવાના સમયે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય