20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabadમાં મેટ્રોમાં મુસાફરી કરવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

Ahmedabadમાં મેટ્રોમાં મુસાફરી કરવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો


અમદાવાદમાં લોકોની સુવિધા વધે તેના માટે મેટ્રો શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે એજ મેટ્રોનાં કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તેની પાછળ જવાબદાર મેટ્રોની અણઆવડત છે. મેટ્રો ફેઝ 2 શરૂ કરવામાં આવ્યું ત્યાર બાદ જૂના કાર્ડ હતા તે કોઈ જાણ વગર બંધ કરી દેવામાં આવ્યા અને નવા નેશનલ કાર્ડ લોન્ચ કરી દીધા છે.

સ્થિતિ હવે એ છે કે હયાત કાર્ડમાં બેલેન્સ પૂર્ણ થાય પછી નવું બેલેન્સ થતુ નથી

સ્થિતિ હવે એ છે કે હયાત કાર્ડમાં બેલેન્સ પૂર્ણ થાય પછી નવું બેલેન્સ થતુ નથી. ફરજિયાત નવા કાર્ડ ખરીદો અથવા ટિકિટ વિન્ડો પર જાઓ અને ટિકિટ લઈને બેસો. લોકો આ નવા કાર્ડ ખરીદવા તૈયાર પણ છે પરંતુ નવા કાર્ડની બજારમાં અછત છે જેના કારણે લોકોને નવા કાર્ડ મળતા નથી. નવા કાર્ડ નહિ મળતાં હોવાના કારણે લોકો ફરજિયાત ટિકિટ માટે રાહ જોવી પડી રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે વસ્ત્રાલથી થલતેજ મેટ્રોમાં પહોંચો તો આશરે 30 મિનિટ જેવો સમય લાગે છે. અને આ મુસાફરી માટે ટિકિટ લેવા માટે 20 મિનિટ ટિકિટ લેવામાં બગડે છે.

લોકોને ટિકિટ લેવા 45 મિનિટ જેવો સમય લાગી જાય છે

ઘણી વખત તો લોકોને ટિકિટ લેવા 45 મિનિટ જેવો સમય લાગી જાય છે. દરરોજ નોકરિયાત અને વિદ્યાર્થીઓ મેટ્રોમાં મુસાફરી કરે છે. હવે આ લોકોને સમયસર ઓફિસ કે કોલેજ પહોંચવાનું હોય પણ મેટ્રો અવ્યવસ્થાનાં કારણે તકલીફ નો સામનો લોકો કરી રહ્યા છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય