25 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
25 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: AHTU દ્વારા 6 મહિનામાં 96 બાળકોનું કરાયું રેસ્ક્યુ

Ahmedabad: AHTU દ્વારા 6 મહિનામાં 96 બાળકોનું કરાયું રેસ્ક્યુ


અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમ એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ (AHTU) દ્વારા છેલ્લા 6 માસમાં 96 જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અપહરણ અને ભિક્ષાવૃત્તિ કરતા બાળકો સહિત છેલ્લા એક વર્ષથી ઘરે પરત નહીં ફરેલા બાળકોનું પણ રેસ્ક્યુ કરીને તેમને નવજીવન આપવામાં પોલીસે સફળ કામગીરી કરી છે.

રેસ્ક્યુ કરેલા 96માંથી 65 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર કાઢવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે ગુમ થતાં બાળકો અને ભીક્ષાવૃતિ કરતા બાળકોને રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં 3 બાળકીઓના અપહરણને લઈ હેબિયસ કોપર્સ પણ દાખલ થઈ હતી. રેસ્ક્યુ કરેલા 96માંથી 65 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જે બાળકોને શોધવા સ્થાનિક પોલીસે ત્રણ મહિના સુધી કામગીરી કરી પણ સફળતા નહીં મળતા મહિલા ક્રાઈમની એન્ટી બેગીંગ ટીમે ઓપરેશન હાથ ધર્યું અને ગુમ ત્રણ બાળકીઓમાંથી એક બાળકી કૃષ્ણનગરમાંથી ગુમ થઈ હતી, જે 12 વર્ષીય બાળકી 1 વર્ષ ગુમ રહી હતી, જેને શોધી કાઢવામાં આવી છે.

બાળકોનો લેબર તરીકે ઉપયોગ કરતા હોય ત્યાં રેડ કરી 28 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા

ત્યારે 18 વર્ષથી નીચેની 8 બાળકીઓને પણ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભિક્ષાવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ વધ્યો છે. વાલી કે અન્ય લોકો ભીખ માગવા માટે બાળકોનો ઉપયોગ કરતા હોય છે. જેના 43 ગુનાઓ નોંધ્યા છે. મહત્વનું છે કે બાળકોનો લેબર તરીકે ઉપયોગ કરતા હોય ત્યાં રેડ કરી 28 બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે. બાળકોનો ઉપયોગ કેરિયર તરીકે થતો હોય કે કેમ તે અંગે પણ ચેકીંગ કરવામાં આવ્યા છે અને 3 કેસો નોંધવામાં આવ્યા છે.

નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ સજ્જ

બીજી તરફ રાજ્યમાં નવરાત્રિનો તહેવાર નજીક છે, ત્યારે આ તહેવાર દરમિયાન કોઈ પણ મહિલાને સુરક્ષાને લઈને ભય ના રહે તે માટે પણ મહિલા પોલીસની શી ટીમ દ્વારા રાજ્યમાં તમામ સ્થળોએ નજર રાખવામાં આવશે અને શંકાસ્પદ લાગતા અને રોમિયોગીરી કરતા લોકોને પકડીને તેમની પુછપરછ કરવામાં આવશે અને જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આગામી 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નવરાત્રિના તહેવારની લોકો ધામધૂમ અને ભાવપૂર્વક ઉજવણી કરશે.   



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય