32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarમા આરોગ્ય વિભાગે કાર્યવાહી, મરી મસાલાના નમુના ફેલ

Bhavnagarમા આરોગ્ય વિભાગે કાર્યવાહી, મરી મસાલાના નમુના ફેલ


ભાવનગરમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં મરી મસાલાના નમુના ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી છે. 5 નમૂના ફેલ થતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ધાણાજીરું, મરી મસાલાના લીધેલા નમૂના ફેલ થયા છે. જેમાં તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે. 131 ખાદ્યચીજના નમૂનામાંથી 5 નમૂના ફેલ થયા છે.

5 નમૂના ફેલ થતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી

શહેરમાં થોડા સમય પહેલા લેવામાં આવેલા નમૂના લેબોરેટરીમાં ફેલ થયા છે. જેમાં ભાવનગર ફૂડ વિભાગે ગત ઓગસ્ટ માસમાં ધાણાજીરું, મરી મસાલાના લીધેલા નમૂના ફેલ થયા છે. ભાવનગરમાંથી લેવામાં આવેલા 131 ખાદ્યચીજના નમૂનામાંથી લેબોરેટરીમાં 5 નમૂના ફેલ થયા છે. 5 નમૂના ફેલ થતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તહેવારો નજીક આવતા મનપાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે દંડનીય પગલાં લેવામાં આવી રહ્યા છે.

દાહોદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યું

દાહોદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં દાહોદમાં દુધની ડેરીઓ પરથી 30 જેટલા પ્રોડક્ટોના સેમ્પલો લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આગામી તહેવારોને ધ્યાનમાં લઈ દાહોદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જેમાં દાહોદમાં ખાસ કરીને દુધની ડેરી પ્રોડક્ટના વેપારીઓના ત્યાં ધામા નાખી કુલ 30 જેટલા પ્રોડક્ટોના સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય