20.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20.2 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષવાંચો તમારું 26 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 26 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય


મેષ : દેશ- પરદેશના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં આપને સાનુકૂળતા મળી રહે. યાત્રા- પ્રવાસનું આયોજન ગોઠવાય.

વૃષભ : આપના કામમાં કુટુંબ- પરિવારનો સાથ- સહકાર મળી રહે. નાણાંકીય કામકાજનો ઉકેલ આવતા રાહત રહે.

મિથુન : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. સંસ્થાકીય કામકાજ અંગે, જાહેર ક્ષેત્રના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

કર્ક : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાદ- વિવાદ ગેરસમજ, મનદુ:ખથી આપે સંભાળવુ પડે.

સિંહ : આપના કાર્યમાં સંતાનનો સહકાર રહે, આપની બુદ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો.

કન્યા : દિવસ દરમ્યાન આપની વ્યસ્તતા- દોડધામ- શ્રમમાં વધારો થાય. જેમ દિવસ પસાર થાય તેમ રાહત થતી જાય.

તુલા : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ- નોકર- ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામમાં ઉતાવળ ન કરવી.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેનીનો અનુભવ થાય. તબિયતની કાળજી રાખીને કામકાજ કરવું, ઉતાવળ ન કરવી.

ધન : આપના મહત્ત્વના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે આપના કાર્યનો ઉકેલ આવવાથી આનંદ રહે.

મકર : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કાર્યભારમાં વધારો થતાં દોડધામ- શ્રમ- ખર્ચ વધે

કુંભ : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. પરંતુ વાણીની સંયમતા રાખવી પડે.

મીન : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

– અગ્નિદત્ત પદમનાભ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય