સુરતના યુવકનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કાપોદ્રા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમાં પૈસા ચોરી માટે યુવકના ગળા પર કટર ફરેવી હતી. આરોપીની પુછરપછમાં વધુ એક હત્યાનો ખુલાસો થયો છે. જયપુરમાં કૈડલ થીમ પાર્કમાં વોચમેનની હત્યા કરી હતી. હત્યા કેસમાં રાજેસ્થાન પોલીસે રૂપિયા 10 હજાર ઇનામ મૂક્યું હતું.
કાપોદ્રા પોલીસે બન્નેને હાફ મર્ડર કેસમાં પકડી પાડ્યા
રમેશ રામદયાલ, પ્રકાશ રામદયાલની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસે બન્નેને હાફ મર્ડર કેસમાં પકડી પાડ્યા છે. કાપોદ્રામાં યુવકનું ગળું કાપ્યું અને ખુલ્યો મોટો રાઝ. જેમાં જયપુરમાં વોચમેનની હત્યા કરી ભાગ્યા હતા. સુરત આવેલાં કશ્યપ બંધુઓ પકડાયા છે. કશ્યપ બંધુઓએ કાપોદ્રામાં યુવકનું ગળું કાપ્યુ હતુ. પૈસા ચોરીનો ખોટો આળ મૂકી યુવકના ગળે કટર ફેરવી હતી. જયપુર સ્થિત કૈડલ થીમ પાર્કમાં વોચમેનની હત્યા કરી હતી. વોચમેનનું ગળુ કાપી હત્યા કરી સુરત ભાગ્યા હતા. જયપુર હત્યા કેસમાં રાજેસ્થાન પોલીસે દસ હજાર ઇનામ મૂક્યું હતું.
પ્રકાશ રામદયાલ ઉર્ફે ગલ્ફાન કશ્યપની ધરપકડ
રમેશ રામદયાલ ઉર્ફે ગુલ્ફાન કશ્યપ તથા પ્રકાશ રામદયાલ ઉર્ફે ગલ્ફાન કશ્યપની ધરપકડ કરવામાં આવી છે.જયપુર પોલીસ વોચમેનની હત્યાનો ગુનો ડિકેટકટ કરી શકી ન હતી. ત્યારે કાપોદ્રા પોલીસે હાફ મર્ડર કેસમાં બંનેને પકડી પાડ્યા છે. જેમાં જૂના ગુનાઓનો પણ આરોપીઓ દ્વારા કબૂલાત કરાઇ છે. ત્યારે પોલીસ આરોપીઓને પકડી વધુ કાર્યવાહી હાથધરી છે. તેમજ આરોપીઓએ અગાઉ આ પ્રકારના કેટલા ગુના કર્યા છે તેમજ તેમના અન્ય કોઇ સાથિદારો છે કે નહિ તે તરફ તપાસ આદરી છે.