21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદઅમદાવાદના છોકરાએ ઈન્ટર સ્કૂલ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ફટકાર્યા 498 રન | drona...

અમદાવાદના છોકરાએ ઈન્ટર સ્કૂલ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ફટકાર્યા 498 રન | drona desai scored 498 runs in diwan ballubhai under 19 cricket tournament by cbca in ahmedabad



Ahmedabad Cricket: અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ (CBCA) દ્વારા રમાઈ રહેલી દીવાન બલ્લુભાઈ અંડર 19 મલ્ટી ડે કપ ટુર્નામેન્ટમાં દ્રોણ દેસાઇએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. દ્રોણ દેસાઇ એક ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં 498 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. આ ટુર્નામેન્ટના 30 વર્ષના ઈતિહાસમાં કોઈએ આવો રેકોર્ડ નોંધાવ્યો નથી. આ સાથે આ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સની ટીમે JL ઇંગ્લિશ સ્કૂલને એક ઇનિંગ અને 712 રનના જંગી માર્જિનથી પરાજય આપ્યો હતો.

એક ઇનિંગમાં 498 રન ફટકાર્યા

આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં JL ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ બેટિંગ કરતાં 48 રન બનાવ્યા હતા. ઝેવિયર્સ સ્કૂલ તરફથી યશ દેસાઇ અને દૈશિન શર્માએ 4-4 વિકેટ્સ લીધી હતી. ત્યાર બાદ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા જે એલ ઇંગ્લિશ સ્કૂલના બોલર્સની બરાબર ધોલાઈ કરવામાં આવી હતી. ઝેવિયર્સ સ્કૂલની ટીમે 7 વિકેટે 844 રન ફટકાર્યા હતા. જેમાં દ્રોણ દેસાઇએ 320 બોલમાં 498 રન ફટકાર્યા હતા. આ જબરદસ્ત ઇનિંગ દરમિયાન તેણે 86 ચોગ્ગા ફટકાર્યા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર પછી બીજી ઇનિંગમાં જે એલ ઇંગ્લિશ સ્કૂલની ટીમ માત્ર 92 રન બનાવી શકી હતી અને ટીમનો એક ઇનિંગથી પરાજય થયો હતો.

498 રનના વ્યક્તિગત સ્કોર સાથે દ્રોણ દેસાઇએ અગાઉનો 372 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. દ્રોણના 498 રનનો સ્કોર છેલ્લા 30થી વધારે વર્ષથી રમાતી આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી સામે છેડે હેત દેસાઇએ 94 બોલમાં 142 રન ફટકાર્યા હતા. 

કોચે કર્યા વખાણ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (લોયોલા) ના કોચ મિતુલ પટેલે તેઓની ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ કહ્યું હતું કે, ‘દ્રોણ એક જબરદસ્ત ક્રિકેટર છે. સારામાં સારા બોલર સામે પણ બોલને ફટકારવાની તેની ક્ષમતા અદભૂત છે.’ અંડર-14 અને અંડર-16માં દ્રોણ દેસાઇ જેવા બેટર્સની ક્ષમતા જોતાં આગામી સમયમાં ગુજરાત રાજ્યને સારા ક્રિકેટર્સ મળશે એવી આશા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય