22 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
22 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યNavratri 2024: ગરબા રમતા થાક લાગે તો...આ નેચરલ ડ્રિંક્સથી મળશે ભરપૂર એનર્જી

Navratri 2024: ગરબા રમતા થાક લાગે તો…આ નેચરલ ડ્રિંક્સથી મળશે ભરપૂર એનર્જી


ઑક્ટોબરમાં આસુ સુદ નવરાત્રિ શરૂ થઇ રહી છે..9 દિવસ ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ કરે છે. ગરબે ઘૂમીને ભક્તોની આરાધના પણ કરે છે. ત્યારે આ દિવસોમાં જો તમે ઉપવાસ રાખો છો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણુ જ લાભદાયી નીવડશે.. પરંતુ આ 9 દિવસના ઉપવાસ દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવુ કે ક્યાંક તમને ચક્કર ન આવવા લાગે. ત્યારે આવો આજે એવા પીણા વિશે જણાવીશું કે તમે સમયાંતરે લેશો તો શરીરમાં પાણીની કમી નહી થાય અને તમે ફ્રેશ ફિલ કરશો. જો તમે ઉપવાસ ન કરી રહ્યા હોવ તો પણ ગરબા રમતા રમતા થાક નહી લાગે.

પાણી વધારે પીવો

જો તમે ઉપવાસ કરો છો તો દિવસમાં 3 વખત નાળિયેર પાણી પીવો. આ ઉપરાંત નિયમિત અંતરે ફળ ખાવાનું ચાલુ રાખવું જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વાત કે તમારે દિવસમાં 2 થી 3 લિટર પાણી પીવુ જોઇએ જેથી શરીર હાઇડ્રેટ રહે.

નારિયેળ પાણી

ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી પીવું તે સારો વિકલ્પ છે. જેનાથી ત્વરિત ઊર્જા પ્રદાન થાય છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.આ પીણું એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે, જે શરીર પર મુક્ત રેડિકલની અસરને ઘટાડી શકે છે. નારિયેળ પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટનો સોજો પણ ઓછો થાય છે.

કાકડીનો રસ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમે હાઇડ્રેશન માટે કાકડીનો રસ પણ પી શકો છો. આ પીણું કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરે છે. તેના સેવનથી ઝેરી તત્વોને બહાર કાઢીને કિડનીના સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં મદદ મળશે. તેને બનાવવા માટે કાકડીને ફુદીનો, લીંબુનો રસ અને કોથમીર સાથે પીસી લો. આમ કરવાથી તેનાથી વજન પણ ઘટશે અને સ્કિન હાઇડ્રેટ થશે.

તાજા ફળોનો રસ

ઉપવાસ દરમિયાન શરીરને ઉર્જા પ્રદાન કરવા માટે તાજા ફળોનો રસ પીવો જોઈએ. તાજા ફળો જેવા કે નારંગી અને સફરજનનો રસ શરીરને ફાઇબર પ્રદાન કરે છે. ફળોનો રસ પાચન માટે સારું છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

લીંબુ પાણી

લીંબુ પાણી પીવાથી શરીરમાં સ્ટેમિના રહે છે. ગરબા ગાવામાં જો તમને વચ્ચે તરસ લાગે તો પાણી પીવાને બદલે લીંબુ શરબત પી શકો છો. લીંબુ પાણીનો સ્વાદ બમણો કરવા માટે તેમાં ફુદીનાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો.. તેમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય