સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર ગાંધીનગરમાં આવ્યા છે. જેમાં કમાન્ડિંગ ઇન ચીફ લેફ.જન. ધીરજ શેઠે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી છે. 1 જુલાઈ 2024થી દક્ષિણ સેનાના ચીફ ધીરજ શેઠ છે. ધીરજ શેઠે અગાઉ દ.પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી છે. CMની સાથે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.
ધીરજ શેઠે દક્ષિણ પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ગાંધીનગરમાં લીધી હતી. 1 જુલાઈ 2024થી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો પદ ભાર સંભાળ્યો છે. તેઓએ આ પદભાર સંભાળતા પૂર્વે દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે
ધીરજ શેઠ જનરલ ઓફિસર નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, જ્યાં તેમને તેમના અભ્યાસક્રમમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે, અને તેમણે 2006માં ફ્રાન્સમાં કોલેજ ઈન્ટરર્મીઝ ડી ડિફેન્સ ખાતે પ્રતિષ્ઠિત સંરક્ષણ સેવાઓ કમાન્ડ અને જનરલ સ્ટાફ કોર્સમાં હાજરી આપી હતી. તેઓ આર્મી વોર કોલેજ, મહુ અને નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હી ખાતે હાયર કમાન્ડ કોર્સના સ્નાતક પણ છે. ધીરજ શેઠે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્વિઝિશન મેનેજમેન્ટ કોર્સમાં પણ લાયકાત મેળવી છે.