વિક્રમ સંવત 2080 ભાદરવા વદ સાતમ. મંગળવાર, આઠમનું શ્રાદ્ધ. કાલાષ્ટમી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
લાભદાયી પ્રગતિકારક કાર્ય રચના, મિલન-મુલાકાત ફળે, પ્રવાસ મજાનો, તબિયત ચિંતા, ગૃહવિવાદ ટાળવા.
વૃષભ રાશિ
નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા, અગત્યનું કામ થાય, સુખદ ખરીદી, આનંદ.
મિથુન રાશિ
આપના પ્રયત્નો સાર્થક નીવડે, પ્રવાસ ફળે, સ્વજન, પ્રિયજનથી સંવાદિતા, ખર્ચ વધે.
કર્ક રાશિ
કૌટુંબિક કામમાં પ્રગતિ, નાણાભીડ જણાય, આરોગ્યની કાળજી લેવી, સ્નેહીથી ચકમક.
સિંહ રાશિ
ભાગીદારીમાંથી મનદુઃખ, જીવનસાથીથી મિલન, પ્રવાસ થાય, ખર્ચ વધશે.
કન્યા રાશિ
આપના મનની મુરાદ બર લાવવા વિઘ્ન પાર કરવા પડે, તબિયત સાચવજો, શત્રુભય દૂર થાય.
તુલા રાશિ
માનસિક તણાવ દૂર થશે, સારી તક આવી મળે, સંતાન અંગેના કામમાં સાનુકૂળતા, લાભની તક.
વૃશ્ચિક રાશિ
સુખ-દુઃખના પ્રસંગમાં સમતા જાળવવી, અવરોધ બાદ કાર્ય સફળતા, નાણાકીય બાબતોનો હલ થાય.
ધન રાશિ
પ્રિયજનથી મિલન, મહત્ત્વની મુસાફરી, નાણાકીય સમસ્યા વિલંબથી ઉકેલાય.
મકર રાશિ
કૌટુંબિક કામકાજો થાય, આવકની તક મળે, તણાવ દૂર થાય, તબિયતની ચિંતા.
કુંભ રાશિ
આનંદ અને આશાનો અનુભવ થાય, ચિંતાના વાદળ વિખેરાય, સ્નેહીથી મિલન, પ્રવાસ સફળ બને.
મીન રાશિ
આવક કરતા જાવક વધતી લાગે, આરોગ્ય સુધરશે, શત્રુભય દૂર થાય, સામાન્ય કામકાજો થઈ શકશે.