પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝોર ઓક્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને પાકિસ્તાને હાસ્યાસ્પદ ગણાવી છે. પાકિસ્તાનના આ નિવેદન પહેલા તબક્કામાં થયેલા બંપર મતદાન બાદ આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 24 વિધાનસભા બેઠકો ઉપર 18 સપ્ટેમ્બર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 60 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું હતી.
પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાજ ઝહરા બ્લોચે કહ્યું કે, ભારત ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરમાં આ ચૂંટણીને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ વેલ્યુ નથી. બલૂચે આગળ જણાવ્યુંમ કે, અમે ભારતને યાદ અપાવવા માગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદાની નજરે આ ચૂંટણીની કોઈ કિંમત નથી. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં પોતાના રાજકીય એજન્ડા માટે પાકિસ્તાન ગામે તે કરવા તૈયાર હોવાનો દાવો કર્યો હતો.
UNના ઠરાવની પાકિસ્તાને ભારતને યાદ અપાવી
પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ભારતને યુનોના ઠરાવની યાદ અપાવી હતી. બલૂચે જણાવ્યું કે, યુનોના પ્રસ્તાવમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિવાદનું છેલ્લું સમાધન યુનોના નિરીક્ષણમાં જનમત સંગ્રના માધ્યથી અને કાશ્મીરના લોકોની ઈચ્છા અનુસાર કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, દાયકાઓથી લોકો કબ્જામાં છે. કાશ્મીરી રાજકીય કેદીઓની સંખ્યા હજારોમાં છે.
14 રાજકીય પક્ષોને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા છે. બલોચે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિવાદના ન્યાયી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે કાશ્મીરી ભાઈ-બહેનોને રાજકીય, રાજદ્વારી અને નૈતિક સમર્થન આપશે. સુરક્ષા પરિષદના ઠરાવોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત મુદ્દો છે – પાકિસ્તાન
બલોચે જમ્મુ-કાશ્મીર વિવાદ પર અગાઉ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે આ મહિને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર વિવાદ એકપક્ષીય રીતે ઉકેલી શકાય નહીં. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદાસ્પદ છે. સુરક્ષા પરિષદના ઠરાવ અને કાશ્મીરના લોકોની ઈચ્છા અનુસાર આનો ઉકેલ લાવવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે આ વણઉકેલાયેલા વિવાદનો ઉકેલ મહત્વપૂર્ણ છે. બલોચે કહ્યું કે પાકિસ્તાન કૂટનીતિ અને વાતચીત માટે પ્રતિબદ્ધ છે પરંતુ કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો સખત જવાબ આપશે.
પ્રથમ તબક્કામાં 61.11 ટકા બંપર મતદાન નોંધાયું
પ્રથમ તબક્કામાં થયેલા બંપર મતદાન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યાં કદી ચૂંડણી ડર અને હિંસાના ઓછાયામાં થતા, ત્યાં આજે શાંતિપૂર્ણ રીતે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. પહેલા તબક્કામાં 61.11 ટકા મતદાન થયો. આ પીએમ મોદીની આગેવાનીમાં લોકતંત્ર, શાંતિ અને પ્રગતિમાં લોકોનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે.
વર્ષ-2019માં કલમ-370ને નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે વિધાનસભા ચૂંટણી વર્ષ-2014માં થયા હતા. બીજા અને ત્રીજા તબકકાનું મતદાન 25 સપ્ટેમ્બર અને પહેલી ઑક્ટોબરે છે. આઠમી ઑક્ટોબરે ચૂંટણીના પરિણામ જાહેર થશે.