રાજકોટમાં આશાવર્કર નયનાબેન મોલિયાના મોત બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ થયો હોવા છતાં પણ નયનાબેનને રજા ન આપી હોવાના કારણે આશાવર્કરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં આશાવર્કર બહેનો મોટી સંખ્યમાં ન્યાયની માગણી સાથે મનપા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.
ન્યાયની માગણી સાથે RMC કચેરીએ વિરોધ
આશાવર્કર બહેનોએ ન્યાયની માગણી સાથે RMC કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે રજા આપવાના બદલે હાજર રહેવા દબાણ કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યુથી બીમાર રહેલા નયનાબેનને બીમારી છતા રજા ન્ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જવાબદાર સામે કડક કાર્યવાહીની માગ ઉઠી
મહત્વનું કહી શકાય કે, બીમાર બહેનને રજા આપવાને બદલે સતત ફરજ ઉપર હાજર રહેવા દબાણ કરવામાં આવતું હતું. જેને પગલે આશાવર્કર નયનાબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે જવાબદાર સામે કાર્યવાહી કરવાની અને ભોગ બનનારને ન્યાયની માગ કરવામાં આવી રહી છે.