23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાNasvadi: તાલુકા શિક્ષક મંડળીની પાંચ વર્ષની મુદ્દત પૂરી થતાં ચૂંટણી યોજવા મથામણ

Nasvadi: તાલુકા શિક્ષક મંડળીની પાંચ વર્ષની મુદ્દત પૂરી થતાં ચૂંટણી યોજવા મથામણ


નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની 5 વર્ષની મુદ્દત પુરી થતા ચૂંટણી યોજાય તે માટેની તારીખ નક્કી કરવા 19 સભ્યોની કારોબારી મીટીંગ નસવાડી ખાતે યોજાઇ હતી.
નસવાડી તા. પ્રા. શિક્ષકોની સ. મંડળીની ચૂંટણી 10-8-19માં યોજાઈ હતી. જેને પાંચ વર્ષની મુદ્દત તા. 10-8-24માં પૂર્ણ થઈ છે. મંડળીમાં દર મહિને રૂા.1500 જમા કરાવતા કુલ 380 શિક્ષક સભાસદો છે. જે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહી શકે, ઉમેદવારને ચૂંટવા પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ કરી શકે છે. 2009થી મંડળીમાં પ્રમુખ તરીકે દિનેશ રાઠવા અને મંત્રી તરીકે પરસોતમ રાઠવા ચૂંટાય છે. નસવાડી તાલુકામાં શિક્ષકોના 3 જૂથ છે. જેમાંથી બે જૂથ દ્વાર શિક્ષકોની સહકારી મંડળીની ચૂંટણીની માગ કરાઇ હતી.
મારી પાસે બે હોદ્દા છે, જેમાથી એક હોદ્દો આપવા તૈયાર છું
મારી પાસે બે હોદ્દા છે. જેમાંથી એક હોદ્દો મેં આપવા ત્યાર છું. ચૂંટણીનો ખોટો ખર્ચ ના થાય અને ઇલકેશન નહી સિલેક્શન કરીએ અને ચૂંટણી ના થાય તેવું ઈચ્છી રહ્યાં છે.લોકશાહી ઢબે ચૂંટણી થાય તો શિક્ષકોના હિત જળવાયનસવાડી પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની ચૂંટણી લોકશાહીના ઢબે થાય તો સારું જેમાં શિક્ષકોનું હિત જળવાય તેવું મારૂ માનવું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય