– મૂળ સુરતનો અને હાલ કંબોડીયામાં રહેતો પાર્થ ઉર્ફે મોડલ ગોપાણી આખું નેટવર્ક ઓપરેટ કરે છે : બૈજીંગ મોકલેલા પાર્સલમાં 400 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ છે, બેન્ક ખાતાનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરીંગ માટે થયો છે કહી સીબીઆઈ, ઈડી અને મુંબઈ પોલીસના નામે ધમકી
– સિક્યુરીટી ડિપોઝીટ પેટે પૈસા ભરાવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂ.40 લાખ ભરવા કહેતા વૃદ્ધ સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ પુત્રને થતા પૂછ્યું ત્યારે તેને જાણ થઈ : સાયબર ક્રાઈમ પોલીસે ટોળકીના મૂળ સૌરાષ્ટ્રના પાંચ સાગરીત બેન્કમાંથી પૈસા ઉપાડતા હતા ત્યારે જ રંગેહાથ ઝડપી લીધા
સુરત, : દેશભરમાં વધેલા ડીજીટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના બનાવોમાં સુરતમાં ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.સુરતના પાર્લે પોઈન્ટના 90 વર્ષીય વયોવૃદ્ધને કુરીયર કંપનીના કર્મચારી તરીકે ફોન કરી બૈજીંગ મોકલેલા પાર્સલમાં 400 ગ્રામ એમ.