28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAnand જિલ્લામાં 85 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું

Anand જિલ્લામાં 85 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું


આણંદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહની કામગીરી માટે 75 અમૃત્ત સરોવર બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામા આવ્યો હતો.જેની સામે જિલ્લામા 85 અમૃત્ત સરોવરનુ નિર્માણ કરી જિલ્લામાં તળાવોની પાણીની સંગ્રહક્ષમતામા વધારો કરવામા આવ્યો છે.

સાથેસાથે ભુગર્ભજળ, પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા જેવી અનેક જળવ્યવસ્થાપનની કામગીરી ઉત્તમ હોઇ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવસાલીટી ગ્લોબલ એવોર્ડ 2024 નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંગ રાજપુતે સ્વીકાર્યો છે.

વોટર ટન્સવસાલીટીના ભાગરૂપે જળસંચય અને જળસંગ્રહ હેતુસર મિશન અમૃત્ત સરોવર અભિયાન હેઠળ આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજના સિંચાઇ વિભાગ, પંચાયત વિભાગ, લોકભાગીદારીથી જિલ્લામાં 85 અમૃત્ત સરોવરનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જેના દ્વારા જિલ્લાના તળાવમા પાણીની સંગ્રહક્ષમતામા વધારો થવાની સાથે ભુગર્ભજળ, સિંચાઇ, પશુઓના પીવા માટેના પાણીના સ્ત્રોત વધવાની સાથે તળાવો ઉંડા થતાં ગામોમાં થતી પાણી ભરાવાની સમસ્યાનુ પણ નિરાકરણ થયુ છે. જે કામગીરી આણંદ જિલ્લામાં જળસંચય ક્ષેત્રે લોકોપયૉગી કામગીરીને ધ્યાને લઇને તળાવો નવીનીકરણ, પુર્નજીવિત કરવાના, ક્ષેત્રમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની પ્રશંસનીય સરાહનીય કામગીરી બદલ આણંદ જિલ્લાને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા વોટર ટ્રાન્સવસાલીટી ગ્લોબલ એવોર્ડ 2024 એનાયત કરાયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય