Canada Visa: સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માટે વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા એક્સેપ્ટન્સ લેટર બનાવટી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ લેટરમાંથી 80 ટકા લેટર ગુજરાત અને પંજાબના હોવાનું માનવામાં આવે છે. પરિણામે કેનેડાથી 7000થી 8000 વિદ્યાર્થીઓએ ડેલીએ હાથ દીધા બાદ પરત ફરવાની નોબત આવે તેવી સંભાવના હોવાનું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અંગેની બાબતોનો હવાલો સંભાળતા કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ટોચના અધિકારીએ 15મી નવેમ્બરના જાહેર કર્યું છે.
વિદ્યાર્થીઓનું ફોરેન જઈને સેટલ થવાનું સપનું રોળાઈ જશે
ગુજરાતથી કેનેડા જવા માટે વિદ્યાર્થીના માતા-પિતા અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.